________________
ર૯૫ જ્યારે પૂર્વપક્ષી સર્યું હશે ત્યારે થશે એમ કહે છે, અને કારણનો અપલાપ કરે છે, તેથી ઘટાદિના અર્થી એવા તેણે દંડાદિમાં પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ, એ પ્રકારનો દોષ પૂર્વપક્ષીને પ્રાપ્ત થાય. અનુવાદ :
તેદન વ૬ છ - તે જ કહે છે=પૂર્વમાં કહ્યું કેન્દ્ર ના.........સૂત્ર અમે માનીએ છીએ, અને તે સ્ત્ર પ્રમાણે કેવલજ્ઞાન વ્યાપક છે એમ પ્રાપ્ત થાય છે. અને કાર્ય તો કારણથી થાય છે, પણ કેવલજ્ઞાનથી થતું નથી, એમ જે કહ્યું તે જ કહે છે –
વાર મેની.....વડતાં વાઘ નથી II૧૦૫ll-કારણના ભેગા થવાથી જે સર્જિત છે તે કેવલીએ જોયું છે, એમ કહેતાં તો પોતાનું ઇષ્ટ વિઘટે નહિ=પૂર્વપક્ષી કહે કે, ઘટાદિના કારણરૂપે દંડાદિ અમે સ્વીકારીએ છીએ તે વિઘટે નહિ, જે કારણથી દંડાદિ કારણ સતિ જ ઘટાદિ સર્યા છે. તેને ગ્રંથકાર કહે છે - એમ કહેતાં જ્ઞાનાદિ કારણ સહિત જ મોક્ષ સર્યો છે, એમ કહેતાં બાધક નથી../૧૦પા ભાવાર્થ :
જે સર્યું હશે તે થશે' એમ પૂર્વપક્ષી કહે છે, તેને ગ્રંથકારે કહ્યું કે, તું જ્યારે ઘટાદિનો અર્થ છે, ત્યારે દંડાદિમાં કેમ પ્રવૃત્તિ કરે છે ? વસ્તુતઃ તારા મત પ્રમાણે ઘટાદિની પ્રાપ્તિ જ્યારે સર્જાઈ હશે ત્યારે ઘટાદિ પ્રાપ્ત થશે. તેના સમાધાનરૂપે પૂર્વપક્ષી કહે કે, કારણના ભેગા થવાથી કાર્ય સર્જિત છે, અને તે જ પ્રમાણે કેવલીએ જોયું છે. તેથી અમે પણ ઘટાદિના અર્થી જ્યારે હોઇએ છીએ ત્યારે તેના કારણમાં પ્રવૃત્તિ કરીએ છીએ, તેમાં કોઇ દોષ નથી; કેમ કે ભગવાને તે જ રીતે જોયું છે, તેથી અમારી તે પ્રકારની પ્રવૃત્તિથી કાર્ય થાય છે.
તો ગ્રંથકાર કહે છે કે, તેની જેમ જ જ્ઞાનાદિ કારણ સહિત જ દરેક જીવોનો મોક્ષ સર્જાયો છે તેમ સ્વીકારી લો તો, જેમ ઘટાદિનો અર્થ સર્યું હોય તેમ થશે તેમ માનવા છતાં દંડાદિમાં પ્રવૃત્તિ કરે છે; તેમ સર્યું હશે તેમ થશે તેમ માનનાર, જો મોક્ષનો અર્થી હોય તો મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરે, તેમ માનવામાં કોઇ બાધક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org