________________
૨૮૦ ભાવાર્થ :
ભરત ચક્રવર્તી આરીસાભુવનમાં બેઠા છે. આંગળીમાંથી વીંટી પડી જવાને કારણે શરીર શોભારહિત દેખાય છે. તેનાથી અન્યત્વભાવના ઉપર વિચાર કરવાને કારણે તેમણે શુક્લધ્યાન પ્રાપ્ત કર્યું, અને કેવલજ્ઞાન પામ્યા. માટે સંયમની કષ્ટમય ક્રિયા નિર્વાણનું કારણ નથી, પરંતુ નિર્વાણ થવાનો હોય ત્યારે સહજ રીતે તેવો ભાવ પ્રગટે છે, જેથી મોક્ષ થાય છે.
ઉત્થાન :
મરુદેવા અને ભરત ચક્રવર્તીના દૃષ્ટાંતથી ધર્મની ક્રિયા મોક્ષનું કારણ નથી તેમ બતાવીને, યુક્તિથી પણ ધર્મની ક્રિયા મોક્ષનું કારણ નથી, તે બતાવતાં કહે છે -
અનુવાદ :
નો પ્રિયવિષ્ણકું.....મોક્ષ પામ્યા T૧૦૦ની - જો ક્રિયાના કષ્ટથી જ મોક્ષ પામીએ તો તેના ઉત્કર્ષથી–ક્રિયાના ઉત્કર્ષથી, તેનો ઉત્કર્ષ=મોક્ષનો ઉત્કર્ષ થાય; તે તો નથી. જે માટે કેટલાક થોડા કષ્ટથી ભરતાદિ સિદ્ધ થયા અને કેટલાક ગજસુકુમાલાદિ બહુ કષ્ટથી મોક્ષ પામ્યા. II૧૦૦ગા ભાવાર્થ :
જો ક્રિયાના કષ્ટથી જ મોક્ષ પામીએ, તો જે જીવો પોતાના જીવનમાં અતિ અપ્રમાદભાવથી ઘણી ક્રિયા કરે છે, તેઓને ક્રિયાના ઉત્કર્ષથી મોક્ષરૂપ ફળમાં પણ ઉત્કર્ષ થવો જોઈએ. પરંતુ મોક્ષ સર્વકર્મરહિત અવસ્થારૂપ છે, તેથી ઘણી કષ્ટવાળી ક્રિયા કરનાર ગજસુકુમાલાદિ અને ક્રિયા નહિ કરનાર મરુદેવા કે ભરત ચક્રવર્તી આદિને પણ જે મોક્ષ થાય છે, તે સર્વથા સમાન જ છે. માટે ક્રિયાના ઉત્કર્ષથી મોક્ષમાં ઉત્કર્ષ નથી. તેથી જ સિદ્ધ થાય છે કે મોક્ષનું કારણ ક્રિયાનું કષ્ટ નથી; પરંતુ જ્યારે મોક્ષ થવાનો સર્જાયો હોય ત્યારે, કોઇ કષ્ટ કરતો હોય અને મોક્ષ થઈ શકે, અને કોઇ સર્વથા કષ્ટ વગર જીવતો હોય તો પણ મોક્ષ થઇ શકે છે. માટે મોક્ષ હોવા છતાં મોક્ષનો કોઇ ઉપાય નથી, આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. II૧૦૦ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org