________________
રહેo અવતરણિકા :
ગાથા-૮૧ માં મોક્ષ નહિ માનનાર મતની યુક્તિઓ આપીને અને ત્યારપછી તેનું નિરાકરણ કરીને મોક્ષ છે એમ સ્થાપન કર્યું, હવે તેનું નિગમન કરતાં કહે છે –
ચોપઇ :
मोक्षतत्त्व इम जे सद्दहै, धर्मिं मन थिर तेहगें रहै । मुक्तिइच्छा ते मोटा योग, अमृतक्रियानो रससंयोग ।।९७।।
નિર્વાણવા મતદા.
ગાથાર્થ :
આ પ્રકારે=પૂર્વમાં મોક્ષ સ્વીકારવાની જે યુક્તિઓ બતાવી એ પ્રકારે, જે વ્યક્તિ મોક્ષની શ્રદ્ધા કરે તેનું મન ધર્મમાં સ્થિર રહે.
તે જ વાતને યુક્તિથી પુષ્ટ કરતાં કહે છે - મોક્ષની ઇચ્છાને મોટો યોગ છે, જે અમૃતક્રિયાનો રસસંયોગ છે .ગા
અહીં મોક્ષ નહિ માનનાર વાદીનું નિરાકરણ થઈ ગયું. ભાવાર્થ :
પૂર્વમાં બતાવ્યા પ્રમાણે કોઇ વ્યક્તિને મોક્ષની રુચિ થાય ત્યારે મોક્ષના ઉપાયભૂત એવા ધર્મમાં મન સ્થિર થવા માંડે છે.
અહીં કોઇને પ્રશ્ન થાય કે મોક્ષતત્ત્વ ગમ્યા પછી પણ ધર્મની સાધના અતિદુષ્કર છે. તેથી જ મોક્ષની ઇચ્છાપૂર્વક ધર્મમાં યત્ન કરનારાઓનું પણ મન વારંવાર ખલના પામતું હોય છે. તેથી તેઓનું મન ધર્મમાં સ્થિર છે તેમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે –
- જે વ્યક્તિ વાસ્તવિક રીતે મોક્ષની ઇચ્છાપૂર્વક ધર્મમાં યત્ન કરે તે વખતે, અનાદિભવઅભ્યસ્ત પ્રમાદને કારણે ધર્મની પ્રવૃત્તિમાં દઢ યત્ન ન થતો હોય તો પણ, તેની ક્રિયામાં વર્તતી મોક્ષની ઇચ્છા તે મોટો યોગ છે; અર્થાત્ આત્માને મોક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org