________________
૨૪૧
અનુવાદ :
વૃષ્ટ....વથા જ ન દોડું, - અભ્યાસથી અને મનોરથથી લોકમાં પણ સુખ દેખાય છે, અને પછી નિર્વિકલ્પ સમાધિમાં પરદ્રવ્યની કથા જ ન હોય. ભાવાર્થ :
સંસારી જીવોને સંસારની ક્રિયાથી પણ પ્રથમ અભ્યાસ કરતાં કરતાં સુખ પ્રગટે છે, અને સંસારના નવા નવા મનોરથો કરવાથી સુખ પ્રગટે છે. જેમ સંસારમાં કોઇ કળા શીખવાનો અભ્યાસ કરતો હોય, ત્યારે તે કળામાં થોડી થોડી નિપુણતા મળે ત્યારે તેને માનોરથિક સુખ થાય છે; અને કળા શીખવાના પ્રયત્નથી જે પોતાને આનંદ આવે છે, તે આભ્યાસિક સુખ છે. તે જ રીતે સંસારના દરેક નવા નવા વિષયોમાં પ્રથમ આભ્યાસિક અને માનોરથિક સુખો હોય છે
અથવા તો સંસારમાં પણ જે નવી નવી કળાઓ શીખતો હોય, ત્યારે પ્રારંભિક ભૂમિકામાં તે કળાઓ વિશે આભ્યાસિક સુખ હોય છે; અને જે કળાઓ હજુ પોતાને હસ્તગત થઈ નથી, તેના મનોરથો કરીને પણ જીવ માનસિક સુખ મેળવે છે, તે માનોરથિક સુખ છે. અને જ્યારે જે વિષયોનો અભ્યાસ અતિશય થયેલો હોય છે, ત્યાં અભ્યદશામાં તે ભોગક્રિયામાં મગ્ન હોય છે, અને તેમાં મગ્નતાનો આનંદ હોય છે.
તે જ રીતે, ઉપશમસુખમાં પણ પહેલાં અભ્યાસ દશા હોય છે ત્યારે, આભ્યાસિક અને માનોરથિક સુખનો અનુભવ થાય છે; અને જ્યારે અભ્યાસનો અતિશય પ્રગટ થાય છે, ત્યારે જીવ નિર્વિકલ્પ સમાધિને પામે છે, તે વખતે પદ્રવ્યની કથા જ હોતી નથી.
આશય એ છે કે, નિર્વિકલ્પસમાધિવાળા મુનિઓ કોઈ દ્રવ્ય, કોઇ ક્ષેત્ર, કોઇ કાળ કે કોઇ ભાવોમાં પ્રતિબંધવાળા નથી, પરંતુ આત્મસ્વભાવમાત્રમાં પ્રતિબંધને ધારણ કરનારા હોય છે. તેથી બાહ્ય કોઇપણ પદાર્થવિષયક અનુકૂળપ્રતિકૂળનો વિકલ્પ તેમનો ઊઠતો નથી. તેથી પરદ્રવ્યમાં તેમને પ્રવૃત્તિ હોતી નથી, પરંતુ આત્મસ્વભાવમાત્રમાં સહજધ્યાનથી તેમની વિશ્રાંતિ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org