________________
૨૨૮
ઉત્થાન :
બીજી રીતે મોક્ષ નથી તે બતાવતાં પ્રશ્ન કરે છે -
અનુવાદ :
પત્તાં ....નથી ll૮રૂI. - પહેલાં સંસાર કે પહેલાં મોક્ષ ?
પ્રથમ પક્ષે મુક્તિ સાદિ થઈ, બીજા પક્ષમાં વદતો વ્યાઘાત છે. કેમ કે બંધ વગર મુક્તિ કેવી રીતે થાય ? અર્થાત્ થાય નહિ. અને આ રીતે યુક્તિથી જોતાં સંસાર અને મોક્ષ એ બે વસ્તુ છે તે સંગત થતું નથી. Iટકા ભાવાર્થ :
જેઓ મોક્ષ માને છે, તેને મોક્ષ નહિ માનનાર કહે છે કે સંસાર પહેલાં છે કે પહેલાં મોક્ષ છે ?
આશય એ છે કે સાધક આત્માઓ સાધના કરીને મોક્ષમાં જાય છે, તેથી જે જે મોક્ષમાં ગયા તે પહેલાં સંસારમાં હતા. માટે સર્વ મોક્ષમાં ગયેલા જીવોની અપેક્ષાએ પહેલાં સંસાર હતો, અને પછી સાધના કરીને મોક્ષમાં ગયા, તેમ માનો તો મુક્તિ સાદિ થાય. અને મોક્ષને માનનાર મુક્તિને સાદિ માનતો નથી, માટે મોક્ષ માનવો ઉચિત નથી.
હવે કોઈ એમ કહે કે પહેલાં મોક્ષ છે પછી સંસાર છે, તો તે વચન સંગત થતું નથી; કેમ કે મુક્તિ તે બંધનથી મુક્તિ છે, અને સંસાર તે બંધનરૂપ છે. જો પહેલાં બંધન હોય નહિ તો મુક્તિ થઈ તેમ કઈ રીતે કહેવાય ? માટે પહેલાં મોક્ષ એ વચનમાં પરસ્પર વચનનો જ વિરોધ છે. કેમ કે મોક્ષ કહો એટલે પહેલાં ન કહેવાય અને પહેલાં કહો તો મોક્ષ ન કહેવાય. જેમ માતા વિંધ્યા કહી શકાય નહિ તેમ પહેલાં મોક્ષ કહી શકાય નહિ. આ રીતે યુક્તિ જોતાં મોક્ષ સ્વીકારની કોઈ યુક્તિ મળતી નથી, માટે મોક્ષ નથી. II૮૩
અવતરણિકા :
મોક્ષ નથી તેની સાધક અન્ય યુક્તિ બતાવતાં કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org