________________
૨૧૨
ભાવાર્થ :
| નર્તકીને પોતાનો અનુભવ છે કે હું મારી કળા દેખાડીશ તો લોકો મારી કળાથી ખુશ થઈને દાનાદિ આપશે, જેથી પોતાના અનુભવને અવલંબીને તે નાચાદિકનૃત્યાદિ, કાર્યો કરે છે, અને જ્યારે તેને અવસર દેખાય છે કે હવે લોકો બરાબર ખુશ થયા છે માટે અવશ્ય દાનાદિ આપશે, ત્યારે તે નૃત્યથી વિરામ પામે છે અને દાનાદિને પ્રાપ્ત કરે છે. તે પોતાના અનુભવથી નર્તકી કરે છે તેનું કારણ નર્તકી સચેતન છે જડ નથી. જ્યારે સાંખ્ય જો પુરુષને કર્તારૂપે સ્વીકારે નહિ તો જડ એવી પ્રકૃતિ કેવી રીતે આ પ્રપંચનો વિલાસ કરે? અને વિલાસથી વિરામ પામી શકે ? કેમ કે પુરુષની સહાયથી જ પ્રકૃતિ આ વિલાસ કરી શકે અને પુરુષની સહાયથી જ તે વિરામ પામી શકે. અને જો તેમ માનીએ તો કહી શકાય કે જ્યારે પુરુષ વાસ્તવિક રીતે પોતાના હિતના વિષયમાં અજાણ હતો, ત્યારે પુરુષની સહાયથી જ આ પ્રપંચ કરવામાં કર્મપ્રકૃતિ સમર્થ બને છે; અને જ્યારે પુરુષને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થયું, ત્યારે પોતાનું હિત જોઈને પુરુષના પ્રયત્નથી જ પ્રકૃતિનો આ વિલાસ વિરામ પામી જાય છે. પરંતુ પુરુષને અર્તા સ્વીકારીને સાંખ્ય નર્તકીના દૃષ્ટાંતથી એકાંતે પ્રકૃતિના વિલાસની સંગતિ કરે છે, તે સંગત નથી. અનુવાદ :
પર્વ .....શિષ્યધંધન માનવું - અને આ રીતે=પૂર્વમાં સ્થાપન કર્યું કે પુરુષને અકર્તા સ્વીકારીને નર્તકીના દૃષ્ટાંતથી પ્રકૃતિનો વિલાસ સંગત નથી એ રીતે, સાંખ્યકારિકાના શ્લોકમાં જે કહેલ છે, એ કથન શિષ્યને ધંધન માનવું= પોતાના શિષ્યને સમજાવી દેવામાત્રરૂ૫ માનવું. પરંતુ તે કથન યુક્તિસંગત નથી અને તે યુક્તિસંગત કેમ નથી તે બતાવે છે –
સાંખ્યકારિકાનો અર્થ આ પ્રમાણે છે –
૨Rચ.... પ્રકૃતિઃ - સભાસદને દેખાડીને નર્તકી જે રીતે નૃત્યથી વિરામ પામે છે, તે રીતે પ્રકૃતિ પુરુષને પોતાને દેખાડીને=પોતાના વિલાસને દેખાડીને, વિરામ પામે છે.
પુરુષન....તજ્ઞાન 9 TI૭૮TI - પુરુષને આત્મદર્શન પ્રકૃતિ કરે તે અચેતનને ન સંભવે, અથવા ત્યાં=અચેતન એવી પ્રકૃતિમાં, પ્રયોજન=પુરુષને
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org -