________________
૨૧૦
અવસ્થારૂપ પરિણતિ છે. અને જ્યાં સુધી સંપૂર્ણ કર્મનો નાશ ન થઈ શકે, ત્યાં સુધી સંસાર અવસ્થામાં જીવને હિતકારી એવી પુણ્યપ્રકૃતિ છે, અને અહિતકારી એવી પાપપ્રકૃતિ છે, જે જીવ સાથે બંધાયેલાં કર્મોના અવાંતર ભેદો છે.
આ રીતે જીવતત્ત્વનું પરિજ્ઞાન થાય તો જીવ મોક્ષની પ્રાપ્તિ અર્થે યત્ન કરતો હોય તો આશ્રવના નિરોધમાં યત્ન કરી શકે, અને સંવરને સેવવામાં યત્ન કરી શકે, અને પૂર્વે બંધાયેલાં કર્મોનો નાશ કરવા માટે નિર્જરાના ઉપાયમાં યત્ન કરી શકે, અને સંપૂર્ણ કર્મનો નાશ કરીને લક્ષ્ય એવા મોક્ષતત્ત્વને પામી શકે. અને
જ્યાં સુધી મોક્ષ ન પામે ત્યાં સુધી મોક્ષમાં સહાયક એવા પુણ્યને ઉપાર્જન કરવા માટે યત્ન કરી શકે, અને મોક્ષમાં વિજ્ઞભૂત એવા પાપને અટકાવવામાં યત્ન કરી શકે. આ રીતે નવ તત્ત્વોનું પરિજ્ઞાન આત્મકલ્યાણ માટે આવશ્યક છે. જ્યારે સાંખે માનેલ એવા તત્ત્વની કલ્પના, એ ફક્ત કલ્પનાથી કલ્પિત પદાર્થની વિચારણામાત્ર રૂપ છે, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો આશય છે. ll૭ળા અવતરણિકા :
આ રીતે સાંખે બતાવેલાં ૨૪ તત્ત્વોની અસંગતિ સ્થાપન કરીને, જીવાદિ નવતત્ત્વની પ્રક્રિયા શુદ્ધ છે તેમ સ્થાપન કર્યું. વળી પ્રકૃતિના વિલાસથી આ જગતનો બધો વિકાસ થાય છે, આમ છતાં પુરુષ અકર્તા છે, એ પ્રકારનો સાંખ્યમત ગાથાપ૧ માં બતાવેલ. તેમજ નર્તકીના દૃષ્ટાંતથી પ્રકૃતિને જ કર્તારૂપે સાંખે બતાવેલ તે સંગત નથી તેમ બતાવીને, પ્રકૃતિ અને પુરુષ ઉભયના વિલાસરૂપ જ આ પ્રપંચ છે, એ બતાવવા અર્થે કહે છે - ચોપાઇ :विरमै रमै यथा नर्तकी, अवसर देषी अनुभव थकी । प्रकृति अचेतन किम तिम रमै, विरमै जो करता नवि गमि ।।७८।। ગાથાર્થ :
(પોતાના) અનુભવથી જેમ નર્તકી રમે છે અને અવસર દેખીને વિરામ પામે છે, તેમ અચેતન એવી પ્રકૃતિ કેમ રમે અને વિરામ પામે ?જો (પુરુષ) કર્તા તરીકે તને ગમે નહિ? II૭૮ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org