________________
૧૮૮ गुंजापुंजवह्निसमान ते सर्व निरस्त करिउं जाणवू, कर्मजनित भाव ते सत्य ज छइ, नहीं तो क्षुधा-तृषादिभाव पणि सर्व जूठा थाइ ते तो प्रत्यक्ष विरोध ।।७०।। અનુવાદ :
ને યોજ....તેર ન ક્રમ |- જે યોગી વ્યાવહારિક પ્રપંચને આભાસિક ગણે છે–પોતાને દેખાતા એવા વ્યાવહારિક પ્રપંચને આભાસિક ગણે છે=કહે છે કે આ વ્યવહારમાં દેખાતો તત્ત્વજ્ઞાનનો પ્રપંચ આભાસમાત્રરૂપ છે, વાસ્તવિક તે પ્રપંચ દગ્ધરજૂઆકાર જેવો જૂઠો છે, તે યોગી ભ્રમગૃહના= ભ્રમઘરના, આંગણામાં રમે છે, કેમ કે અન્યને અન્ય કરીને જાણવું તે જ ભ્રમ છે.
પ્રસ્તુતમાં વેદાંતી વાસ્તવિક વ્યવહારમાં દેખાતા એવા જ્ઞાનીના જગતને આભાસિક ગણીને તે વાસ્તવિક નથી પરંતુ દશ્વરજૂઆકાર જેવો દેખાય છે, તેમ કહે છે. તેથી વાસ્તવિકને અવાસ્તવિક કહેવું તે તેમનો ભ્રમ છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે યોગીના વ્યાવહારિક પ્રપંચને જે આભાસિક ગણે છે તે તેનો ભ્રમ છે. તેને જ સ્પષ્ટ કરતાં કહે છે - અનુવાદ :
યોજીનું....ન છટ્ઠ, - યોગીનું શરીર તે આભાસિક અને અયોગીનું શરીર તે વ્યાવહારિક (તે) કથનમાત્ર છે, કેમ કે સદશપરિણામ જ છે. ભાવાર્થ -
જેઓ યોગીના=તત્ત્વજ્ઞાનીના, શરીરને આભાસિક કહે છે, અને કહે છે કે પ્રારબ્ધ અદૃષ્ટને કારણે તેઓનું શરીર દગ્ધરજુઆકાર છે, તેથી તે યોગીનો વ્યાવહારિક પ્રપંચ આભાસિક છે; અને અયોગીનું શરીર પ્રારબ્ધથી અતિરિક્ત કર્મને કારણે છે તેથી તે વ્યાવહારિક છે, તે તેઓનું કથનમાત્ર છે. કેમ કે તત્ત્વજ્ઞાની એવા યોગીનું શરીર અને સંસારી એવા યોગીનું શરીર સદશપરિણામ જ છે, પરંતુ સંસારી જીવોનું વાસ્તવિક રજુ જેવું શરીર છે અને યોગીનું દગ્દરજ્જુ જેવું શરીર છે એવું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org