________________
૧૮૬
અનુવાદ :
તો વર્ષવિના.....ન નિરિવું, - તો કર્મનો વિલાસ સાચો થયો પણ કલ્પિત થયો નહિ, કેમ કે કર્મનું નાટક જ્ઞાનને પણ મચ્યું નથી.
તે જ વાતની સ્વસિદ્ધાંતથી પુષ્ટિ કરતાં કહે છે -
સિદ્ધાંત....ન દોરુ સત્ય Tીદી - સિદ્ધાંત પણ એ જ છે - કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ ભવોપગ્રાહી કર્મ ટળતાં નથી. સર્વકર્મક્ષય તે મુક્તિદશામાં છે. પરની સમાધિ પરનું સમાધાન, (મુક્તિદશામાં) જ સત્ય હોય. ll ભાવાર્થ :
વેદાંતીએ કહ્યું કે દગ્ધરજુ આકારવાળો પ્રપંચ પ્રારબ્ધકર્મને કારણે જ્ઞાનીને છે, ત્યાં પ્રારબ્ધકર્મ જ્ઞાનીને છે, તે સિદ્ધાંતને પણ માન્ય છે. કેમ કે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી ભવોપગ્રાહી કર્મ ટળતાં નથી અને તે ભવોપગ્રાહી કર્મ જ પ્રારબ્ધ કર્મ છે. પ્રારબ્ધ કર્મથી જ કેવલીને પણ કર્મનો નાચ હોય છે કર્મકૃત, પ્રવૃત્તિ હોય છે, તેથી કર્મનો વિલાસ કલ્પિત નથી પણ વાસ્તવિક છે તેમ સિદ્ધ થાય છે. સર્વ કર્મનો ક્ષય તે મુક્તિ દશામાં છે. તેથી પર જે સમાધાન કરે છે કે શુદ્ધ બ્રહ્મથી અતિરિક્ત કોઈ નથી, તે સમાધાન મુક્તિદશામાં જ સત્ય થાય છે, કેમ કે મુક્તિદશામાં રહેલા જીવોને કર્મનો નાચ સર્વથા નથી. તેથી ત્યાં અનુપયોગી એવું બાહ્ય જગત તેમના માટે નથી, તેથી શુદ્ધ બ્રહ્મસ્વરૂપ તેઓ છે. પરંતુ સિદ્ધ અવસ્થા પૂર્વે આત્માથી અતિરિક્ત કર્મ સાચાં છે, આથી જ તેનો વિલાસ કેવલીને પણ છે, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. III
અવતરણિકા :
પૂર્વ ગાથા-૯૯ માં પૂર્વપક્ષીએ કહ્યું કે, જ્ઞાનીને માયા પણ બાધિતઅનુવૃત્તિરૂપે રહી છે, તે દગ્ધરજુ આકાર પ્રારબ્ધ કરીને છે. તેનાથી પૂર્વપક્ષીને એ કહેવું છે કે જેમ બળેલી રજુ રજુઆકારરૂપે દેખાય છે, વાસ્તવિક તે રજુ નથી પણ રજુનો આભાસમાત્ર છે; તેમ પ્રારબ્ધકર્મથી જ્ઞાનીની માયા= બોલવા ચાલવાની પ્રવૃત્તિ, શરીર ધારણ કરવાની પ્રવૃત્તિ, તે સર્વ આભાસિક છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org