________________
૧૭૨
અનુવાદ :
અત્ર તોઃ - અહીંયાં=સ્વપ્નમાં દેખાતા મોદક અને સાચા મોદક બંનેને અજ્ઞાનજન્ય સ્વીકારવા ઉચિત નથી, તેમાં સાક્ષી આપતાં કહે છે
आशामोदक.. II† || - જેઓ આશામોદકથી તૃપ્ત છે અને જેઓએ મોદકનો આસ્વાદ કર્યો છે, તેઓને રસ-વીર્ય વિપાકાદિ સમાન પ્રાપ્ત થશે. 119411
ભાવાર્થ :
આશામોદકને અને સાચા મોદકને બંનેને અજ્ઞાનજન્ય માનવામાં આવે તો, જેઓ સ્વપ્નમાં આશામોદક ખાય છે અને જેઓ જાગ્રત અવસ્થામાં સાચા મોદક ખાય છે, તે બંનેને મોદકના સ્વાદરૂપ રસ અને મોદક ખાવાથી શરીરની ધાતુની વૃદ્ધિરૂપ વીર્ય, એ બંનેનાં ફળાદિ સમાનરૂપે પ્રાપ્ત થવાં જોઈએ; કેમ કે આશામોદક અને સાચા મોદક બંને અજ્ઞાનજન્ય હોવાથી વાસ્તવિક મિથ્યા છે. પરંતુ બંને પ્રકારના મોદકનાં ફળો સમાન નથી તેમ અનુભવ કહે છે. માટે અનુભવની વિરુદ્ધ એવી આ વેદાંતમતની કલ્પના છે કે આશામોદક અને સાચા મોદક બંને અજ્ઞાનજન્ય છે. તેથી સાચા મોદક એ અજ્ઞાનજન્ય નથી, પરંતુ વાસ્તવિક છે. આથી જ સાચા મોદક ખાનારને રસની પ્રાપ્તિ અને વીર્યની વૃદ્ધિ થાય છે. તેમ જાગ્રત અવસ્થામાં જે જગત દેખાય છે તે મિથ્યા નથી, પરંતુ સ્વપ્ન અવસ્થામાં જે જગત દેખાય છે તે મિથ્યા છે. આ પ્રકારના અનુભવ પ્રમાણે પદાર્થ માનવો ઉચિત છે, એ પ્રકારનો સાક્ષીપાઠનો ધ્વનિ છે. II9પા
અવતરણિકા :
પૂર્વ ગાથા-૬૫ માં સ્થાપન કર્યું કે આશામોદક અને સાચા મોદક એ બેના જનક એવા અજ્ઞાનને જુદું માનો, તો ઘટ-પટાદિ સાચા ભાવોને જુદા માનવામાં શું વાંધો? આનાથી જગતમાં દેખાતા પદાર્થો સાચા છે એનું સ્થાપન થયું. ત્યાં પૂર્વપક્ષી કહે કે, જ્ઞાનને પ્રમાણ માનવું ઉચિત છે, પરંતુ જ્ઞાનના વિષયને પ્રમાણ માનવામાં ગૌરવ છે. તે આ રીતે - ઘટ-પટાદિનું જ્ઞાન અનુભવસિદ્ધ છે, અને ઘટ-પટાદિ પદાર્થો છે, તે માનવામાં પ્રમાણ તેવું જ્ઞાન જ છે. કેમ કે ઘટ-પટાદિનું જ્ઞાન થતું ન હોય તો તે છે તેમ સ્વીકારી શકાય નહિ. હવે જ્ઞાન અને ઘટ-પટાદિ પદાર્થો બંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org