________________
૧૬૦
એ જ પ્રમાણે જીવમાં રાગાદિરૂપ ભાવકર્મ દ્રવ્યકર્મને પેદા કરે છે, તેથી ભાવકર્મ બીજસ્થાનીય છે અને દ્રવ્યકર્મ અંકુરસ્થાનીય છે; અને તે દ્રવ્યકર્મથી પૂર્વમાં થયેલ ભાવકર્મ પેદા થતું નથી પણ નવું ભાવકર્મ પેદા થાય છે, તેથી દ્રવ્યકર્મ અને ભાવકર્મની ધારા અન્ય અન્ય અપેક્ષાવાળી છે. તેથી અન્યોન્યાશ્રય દોષ આવતો નથી, અને આવી ધારા અનાદિની માનવી એ પ્રામાણિક છે, માટે દોષ નથી.
અનુવાદ :
ધારા.....નડુ નાશ; - એ ધારા અનાદિની છે=દ્રવ્યકર્મથી ભાવકર્મ અને ભાવકર્મથી દ્રવ્યકર્મ એ ધારા અનાદિની છે, પણ શુક્લધ્યાનથી દાહ થાય છે ત્યારે તેનો-એ અનાદિની ધારાનો, પાર=અંત, આવે છે. જેમ બીજ અંકુર સંતાનનો એકના નાશે પાર આવે છે, તેમ દ્રવ્ય કર્મ અને ભાવકર્મની ધારા શુક્લધ્યાનનો દાહ થાય છે ત્યારે નાશ પામે છે. ભાવાર્થ –
જીવ જ્યારે શુક્લધ્યાન ઉપર ચડે છે ત્યારે એ ધ્યાનથી સમતા પ્રગટે છે, અને તે સમતાથી અતિશયવાળું ધ્યાન પ્રગટે છે, તેથી શુક્લધ્યાનમાં ઉત્તરોત્તર સમતાના પરિણામનો અતિશય થાય છે; અને તે સમતાનો પરિણામ આવના મૂળભૂત સ્વભાવ સ્વરૂપ છે. અને જે ભાવોથી કર્મબંધ થાય છે તેનાથી વિપરીત ભાવોથી કર્મનાશ થાય છે એવા પ્રકારનો ન્યાય છે, તેથી અત્યાર સુધી જે ભાવોથી જીવે કર્મ બાંધેલાં તેના વિરુદ્ધ ભાવરૂપ સમતાના પરિણામથી જીવ કર્મનો નાશ કરે છે, તેથી શુક્લધ્યાનને દાહરૂપ કહેલ છે. અને તે શુક્લધ્યાન જેમ જેમ પ્રકર્ષવાળું થાય છે, તેમ તેમ દ્રવ્યકર્મ બળીને ભસ્મ થાય છે, તેથી કર્મનો પાર અંત, આવે છે. જેમ બીજ-અંકુર સંતાનનો એકના નાશ પાર=અંત, આવે છે, તેમ દ્રવ્ય કર્મ અને ભાવકર્મની ધારા શુક્લધ્યાનનો દાહ થાય છે ત્યારે નાશ પામે છે. વિશેષાર્થ :
શુક્લધ્યાનકાળમાં જીવનો અધ્યવસાય જેટલા અંશમાં સમતાના પરિણામવાળો છે, તેટલા અંશમાં તે ભાવ કષાયના ઉદય માટે અનુકૂળ નથી. તેથી અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિ અંતર્ગત ભાવ અનુકૂળ નહિ હોવાથી તે કષાય વિપાકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org