________________
૧૪
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ-સંકલના થઈ શકે છે, માટે મોક્ષનો ઉપાય નથી, એ વાત પણ ગાથા-૯૯ માં બતાવેલ છે.
વળી, પોતાની વાતનું સમર્થન કરતાં મોક્ષ અનુપાયવાદી પૂર્વપક્ષી કહે છે કે, મરુદેવામાતા ચારિત્ર વગર સિદ્ધ થયાં, ભરત મહારાજા આરિણાભુવનમાં કેવલજ્ઞાન પામ્યા, કેટલાક થોડા કષ્ટ મોક્ષમાં જાય છે, વળી કેટલાક જીવો ઘણા કષ્ટ મોક્ષમાં જાય છે; તેથી નક્કી થાય છે કે, ચારિત્રપાલન કે કષ્ટ વેઠવું તે મોક્ષનો ઉપાય નથી; જો ચારિત્રપાલન કે કષ્ટ વેઠવું તે મોક્ષનો ઉપાય હોય તો બધાને ઘણાં કષ્ટ વેઠવાથી જ મોક્ષ થાય. એ વાત ગાથા-૧૦૦ માં બતાવીને ગાથા-૧૦૧ માં બતાવેલ છે કે, જેવી ભવિતવ્યતા હોય તે પ્રમાણે મોક્ષ થાય છે, કષ્ટ તો કર્મના નિમિત્તે આવે છે. તેથી તમે મોક્ષને માટે જે કષ્ટ વેઠો છો, તે તમારાં કષ્ટ વેઠવાનાં કર્મોનું ફળ છે; મોક્ષ તો ભવિતવ્યતા પ્રમાણે મળશે.
વળી, પોતાની વાતને દૃઢ કરવા માટે ગાથા-૧૦૨ માં કહે છે કે, કેવલીએ કેવલજ્ઞાનમાં જે દિવસે તમારો મોક્ષ જોયો છે, તે દિવસે તમારો મોક્ષ થશે. તેમના જ્ઞાનમાં દેખાયેલા ભવોમાં વૃદ્ધિ કે હાનિ થશે નહિ. તેથી મોક્ષને માટે કાયકષ્ટ કરવાં વ્યર્થ છે. આ રીતે મોક્ષના અનુપાયવાદી મતને બતાવીને તેનું નિરાકરણ ગાથા૧૦૩ થી ૧૧૫ સુધી કરેલ છે.
ત્યાં સૌ પ્રથમ ગાથા-૧૦૩ માં બતાવેલ છે કે, કામભોગમાં લંપટ જીવો મોક્ષ સ્વીકારીને મોક્ષના કારણોની અવગણના કરે છે, તેમની આ માન્યતામાં “કાર્ય માનવું અને કારણ ન માનવું એ જ મોટો દોષ છે. લોકમાં અનુભવસિદ્ધ છે કે, કારણથી જ કાર્ય થાય છે, એ રીતે મોક્ષ કારણથી થાય છે; એ બતાવીને સર્યું હશે તે થશે, એમ જે પૂર્વપક્ષી કહે છે, તેનું નિરાકરણ ગાથા-૧૦૪ માં કરતાં કહે છે કે, જો “સર્યું હશે તેમ થશે તેમ સ્વીકારીએ તો સર્વ કાર્યમાં તેવો સંદેહ થશે. તો ઘટનો અર્થી ઘટના ઉપાયમાં પ્રવૃત્તિ કરી શકશે નહિ, ધનનો અર્થી ઘનના ઉપાયમાં પ્રવૃત્તિ કરી શકશે નહિ અને તૃપ્તિનો અર્થી ભોગમાં પ્રવૃત્તિ કરી શકશે નહિ. અને તેની અનેક યુક્તિઓ ગાથા-૧૦૫/૧૦૬ માં બતાવીને સ્થાપન કર્યું કે, કામભોગલંપટ જીવો જ પાપમાં ઉદ્યમને આગળ કરે છે અને ધર્મમાં ‘સર્યું હશે તેમ બોલે છે, તે જ તેમનું મિથ્યાત્વ છે.
વળી, મોક્ષ અનુપાયવાદી પૂર્વપક્ષીએ કહેલ કે પહેલો ગુણ જેમ ગુણ વગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org