________________
૧૫૪
અનુવાદ :
મુર્તિ....સંદ નદી, - શ્રુતિ આત્માનું ફૂટસ્થપણું કહે છે, તે મેળવે છેઃ કઈ રીતે સંગત થાય તે બતાવે છે - શ્રુતિ જે કેવલ શુદ્ધ આત્મા કહે છે તે નિશ્ચયનયથી છે, તેમાં સંદેહ નથી શ્રુતિના તે કથનમાં કોઈ સંદેહ નથી. કેમ કે નિશ્ચયનયથી સંસાર અવસ્થામાં પણ આત્મા શુદ્ધ જ છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે તો શુદ્ધાત્માની પ્રતીતિ સંસાર અવસ્થામાં કેમ થતી નથી ? તેથી કહે છે –
અનુવાદ :
ખેદનો....સિદ્ધમાંëિ છડું - નિશ્ચયનય કેવલ આત્માને શુદ્ધ કહે છે જેનો આવિર્ભાવ સિદ્ધમાં છે, પરંતુ સંસાર અવસ્થામાં આત્મા શુદ્ધ છે તેમ ભાસતો નથી. વસ્તુતઃ સંસાર અવસ્થામાં પણ નિશ્ચયનયના મતે આત્મા શુદ્ધ જ છે, ફક્ત સંસાર અવસ્થામાં શુદ્ધાવસ્થાનો આવિર્ભાવ નહિ હોવાથી તે શુદ્ધાવસ્થા દેખાતી નથી.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે નિશ્ચયનયના મતથી સંસાર અવસ્થામાં પણ આત્મા શુદ્ધ જ કેમ સ્વીકારાય છે ? અશુદ્ધ કેમ સ્વીકારાતો નથી ? તેથી કહે છે –
અનુવાદ :
તે નિય....ન માનવું = તે નિશ્ચયનય નિમિત્તકારણને માનતો નથી.
ભાવાર્થ :
વ્યવહારનયથી કર્મને બાંધવામાં આત્મા નિમિત્તકારણ છે, ઉપાદાનકારણ નથી. અને નિશ્ચયનય નિમિત્તકારણને કારણ તરીકે માનતો નથી, તેથી કર્મબંધ પ્રત્યે આત્માને નિમિત્તકારણરૂપે નિશ્ચયનય સ્વીકારતો નથી, તેથી નિશ્ચયનયથી આત્મા કર્મનો કર્તા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org