________________
૧૫૦
ભાવાર્થ :
જેઓ જ્ઞાનમાત્રથી જ મોક્ષ માને છે તેઓ સંસાર બંધરૂપ છે અને સાધના કરીને મોક્ષ મેળવવો જોઈએ એમ માને છે. તેથી તેઓ બંધ અને મોક્ષની પ્રતિજ્ઞાવાળા છે અને છતાં મોક્ષની પ્રાપ્તિ માટે ક્રિયાની આવશ્યક્તા નથી તેમ કહે છે. કેમ કે આત્મા તો વાસ્તવિક રીતે નિત્યમુક્ત જ છે, તેથી મુક્તિ માટે કોઈ ક્રિયાની આવશ્યક્તા નથી, અને મુક્તિ માટે અજ્ઞાનને દૂર ક૨વાની જ આવશ્યક્તા છે એમ તેઓ માને છે. તેથી “હું શુદ્ધ છું” એ પ્રકારે બોલતા હોય છે, તેવા જીવો, “હું શુદ્ધ છું” એ પ્રકારના વચનવ્યાપારમાત્રથી આત્માને સંતોષ આપે છે, પરંતુ મોક્ષ માટે પ્રયત્ન નહિ કરતા હોવાથી મોક્ષ મેળવતા નથી. પા
અવતરણિકા :
પૂર્વ ગાથા-૫૯ માં સ્થાપન કર્યું કે ક્રિયા વગર આત્મા શુદ્ધ થાય નહિ, તેથી આત્મા ક્રિયાનો કર્તા અને ક્રિયાના ફળનો ભોક્તા છે એ સિદ્ધ થયું. અને તેમ થવાથી જ મોક્ષને કહેનારાં શાસ્ત્રોની સંગતિ થઈ શકે છે, પરંતુ એકાંતે આત્માને શુદ્ધ કહેનારાં એવાં વેદાંત આદિનાં વચનોમાં મોક્ષશાસ્ત્રની સંગતિ થતી નથી, એ બતાવવા અર્થે કહે છે -
ચોપઇ :
ए
तो शुद्धाशुद्धस्वभाव, कहिइ तो सवि फावइ दाव । कालभेदथी नहि विरोध, सघट - विघट जिम भूतलबोध ।। ६० ।।
ગાથાર્થ :
એ તો=આ રીતે=પૂર્વ ગાથા-૫૯ માં સ્થાપન કર્યું કે ક્રિયાથી આત્મા શુદ્ધ થાય છે એ રીતે, (આત્માનો) શુદ્ધ-અશુદ્ધ સ્વભાવ કહીએ તો મોક્ષને કહેનારાં શાસ્ત્રોના સર્વ દાવો ફાવે=સર્વ વાત સંગત થાય. જેમ સઘટ-વિઘટ એવા ભૂતલનો બોધ કાળના ભેદથી થાય છે, તેમ કાળના ભેદથી એક જ આત્માનો શુદ્ધ-અશુદ્ધ સ્વભાવ માનવામાં વિરોધ નથી. II૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org