________________
૧૪૫
ભાવાર્થ :
રત્નાદિકમાં આગંતુક મલ હોય છે ત્યારે રત્નાદિક પુદ્ગલમાં અશુદ્ધિ છે, અને શોધનક્રિયા પછી તે રત્નમાં શુદ્ધિ છે, એ પ્રકારનો વ્યવહાર પૂર્વપક્ષી કરે છે; અને આત્માને સાધના પૂર્વે અશુદ્ધિ છે, અને સાધના પછી શુદ્ધિ છે, તેમ માનતો નથી; અને આત્મા ફૂટસ્થ નિત્ય છે એમ કહીને સદા શુદ્ધ સ્થાપન કરે છે, એ પૂર્વપક્ષીની કુબુદ્ધિ છે. પણ અવતરણિકા :
પૂર્વગાથા-૫૭માં રત્નના દૃષ્ટાંતથી આત્મામાં શુદ્ધિ-અશુદ્ધિનું સ્થાપન કરીને આત્મા કૂટસ્થ નથી તેમ સ્થાપન કર્યું. હવે માત્ર શુદ્ધતાના જ્ઞાનથી અશુદ્ધતાનો ભ્રમ ટળે છે, બાકી વાસ્તવિક આત્મા શુદ્ધ છે, એ પ્રકારની પૂર્વપક્ષીની માન્યતાનું નિરાકરણ કરવા માટે, રત્નશોધન માટે જેમ ક્ષારાદિ દ્રવ્યોથી ક્રિયા કરવામાં આવે છે, તેમ આત્માના શોધન માટે ક્રિયારૂપ વ્યવહાર આવશ્યક છે, એ બતાવતાં ગ્રંથકાર કહે છે – ચોપાઇ :
रतनशोध जिम शतपुटखार, तिम आतमशोधक व्यवहार । गुणधाराइ अखिल प्रमाण, जिम भाषइ दासूर सुजाण ।।५८।।
ગાથાર્થ :
સો વાર ક્ષારપુટથી જેમ રત્નનું શોધન થાય છે, તેમ આત્માનો શોધક વ્યવહાર છે.
ઉત્થાન :
- અહીં પ્રશ્ન થાય કે રત્નની શુદ્ધિ ચરમક્રિયાથી થાય છે, તેમ આત્માની શુદ્ધિ પણ ચરમક્રિયાથી થાય છે, તેથી આત્માની શુદ્ધિ માટેની પૂર્વની વ્યવહારની ક્રિયાઓ પ્રમાણરૂપ નથી; પરંતુ ચરમક્રિયા જ જેમ રત્નની શુદ્ધિ કરે છે, તેમ શુદ્ધાત્માનું ધ્યાન જ આત્માની શુદ્ધિ કરે છે, પૂર્વની ક્રિયાઓ નહિ. અને તેમ સ્વીકારીએ તો શુદ્ધાત્માનું ધ્યાન જ્ઞાનના ઉપયોગસ્વરૂપ છે, તેથી જ્ઞાનથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org