________________
૧૪૨ જ શુદ્ધરૂપ થઈ જાય. તે માટેeતેથી કરીને, તે આત્મામાં માયિકભાવનો અત્યંતભાવ છે=માયારૂપ ભાવનો ત્રિકાળવર્તી અભાવ છે, તેમ પૂર્વપક્ષીને માનવું પડે. ભાવાર્થ :
પૂર્વપક્ષીનો આશય એ છે કે, જેમ ભૂતલ ઉપર ઘટ વિદ્યમાન હોય અને ત્યાર પછી ઘટનો નાશ થાય તો ભૂતલમાં કોઈ પરિવર્તન થતું નથી, પરંતુ ઘટના અધિકરણરૂપ ભૂતલ સ્વરૂપ જ તે ઘટનાશ છે; તેમ માયાનો નાશ થવાથી જીવમાં કોઈ અધિકભાવ થતો નથી, પરંતુ પહેલાં જેમ માયાના અધિકરણસ્વરૂપ જીવ હતો તેવો જ અધિકરણસ્વરૂપ અત્યારે છે, ફક્ત આગંતુક એવી માયા પહેલાં હતી હવે તેનો નાશ થયો. જેમ આગંતુક એવો ઘટ ભૂતલ ઉપર પૂર્વે હતો, હવે તે આગંતુક ઘટ ચાલ્યો ગયો તે વખતે પણ ભૂતલરૂપ અધિકરણ પહેલાં જેવું જ છે, પણ ભૂતલરૂપ અધિકરણમાં કોઈ પરિવર્તન નથી, તેથી ઘટનો અભાવ અધિકરણ સ્વરૂપ જ છે. તે જ રીતે માયાનો નાશ પણ આત્મારૂપ અધિકરણ સ્વરૂપ જ છે. તેને ગ્રંથકાર કહે છે - તેમ સ્વીકારવાથી માયાના નાશ પૂર્વે આત્મા વિભાવરૂપ હતો તેને પણ શુદ્ધ રૂપ છે તેમ તમારે માનવું પડે, અને તેમ માનવાથી આત્મામાં માયિકભાવનો અત્યંતાભાવ છે તેમ કહેવું પડે. અર્થાત્ સંસાર અવસ્થામાં આત્મા વિભાવરૂપ છે તે વખતે પણ માયાનો અત્યંતાભાવ છે, અને સાધના કરીને જ્યારે આત્મા વિભાવ વગરનો થાય છે ત્યારે પણ માયાનો અત્યંતભાવ છે, તેમ માનવું પડે. અને તેમ પૂર્વપક્ષી સ્વીકારે તો જ તેમને માન્ય એવું આત્માનું ફૂટસ્થપણું સંગત થાય. પરંતુ તે રીતે આત્માનું ફૂટસ્થપણું સ્વીકારતાં આત્મામાં માયિકભાવનો અત્યંતભાવ પૂર્વપક્ષીને બળાત્કારે સ્વીકારવો પડે. અને તેમ પૂર્વપક્ષી સ્વીકારી શકે તેમ નથી, કેમ કે માયાનાશ માટે જ સર્વ શાસ્ત્રનો ઉપદેશ તેમના મતે છે.
ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે માયાનાશથી આત્મારૂપ અધિકરણમાં અધિક ભાવ નથી, પરંતુ જીવ ત્રિકાળવર્તી સદા શુદ્ધ જ છે, તેથી શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવા માટે સાધનાની આવશ્યકતા રહે નહિ; પરંતુ આત્મા ત્રિકાળવર્તી શુદ્ધ હોવા છતાં અજ્ઞાનને કારણે પોતે શુદ્ધ નથી તેવો તેને ભ્રમ છે, અને તે ભ્રમ કાઢવા માટે જ શાસ્ત્રનો ઉપદેશ છે. આથી શાસ્ત્રનો ઉપદેશ સાંભળીને મનન-નિદિધ્યાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org