________________
૧૧૨
નિદિધ્યાસન કરે છે અને તેના કારણે તે પ્રપંચથી નિર્લેપ બને છે, તે અવસ્થા “તત્ત્વજ્ઞાન સ્વરૂપ” છે. અને તે તત્ત્વજ્ઞાનના કારણે દેહનો ત્યાગ પછી વિદેહકેવલ્ય અવસ્થાને પામે છે. II૪૩ અવતરણિકા :
ગાથા-૪૧ માં કહેલ કે, બ્રહ્મના અજ્ઞાનને કારણે જ ધર્મના વિષયમાં પ્રવૃત્તિ છે, અને ગાથા-૪૨ માં કહેલ કે, જ્યારે ભ્રાંતિ ટળી જાય છે ત્યારે સિદ્ધયોગી પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરતા નથી, પરંતુ સાક્ષીભાવથી પ્રપંચને જોનારા છે. ત્યારપછી ભ્રમને ટાળવાની વેદાંત પ્રક્રિયાનું સ્વરૂપ ગાથા-૪૩ માં બતાવ્યું. હવે તત્ત્વજ્ઞાન પ્રગટે છે ત્યારે કોઈ પ્રવૃત્તિ નથી, અને અવિદ્યા છે ત્યાં સુધી જ ધર્માર્થે પ્રવૃત્તિ છે, તે જ વાતને સ્પષ્ટ બતાવતાં કહે છે – ચોપઇ:
जीवनमुगत लह्यो निजधाम, तेहनिं करणीनू नहि काम ।
जिहां अविद्या करणी तिहां, वीसामो छइ विद्या जिहां ।।४४।। ગાથાર્થ -
જીવન્મુક્ત નિજધામ=પોતાનું ધામ આત્માનું તેજ, પામે છે તેને ધર્મપ્રવૃત્તિરૂપ કરણીનું કામ નથી. જ્યાં સુધી અવિદ્યા છે, ત્યાં સુધી ધર્મની કરણી છે, જ્યાં વિદ્યા (છે) ત્યાં (ધર્મપ્રવૃત્તિઓનો) વિસામો છે. I૪૪ બાલાવબોધ :
तत्त्वज्ञानी ज्ञानइं संचितकर्म दही प्रारब्ध मात्र भोगनी प्रतीक्षा करतो जीवन्मुक्त थयो ते पोतानुं तेज पामिओ, तेहनइ करणी, काम नथी, जिहांतांइं अविद्या छइ तिहांताई क्रिया छड़, जिहां विद्या तत्त्वसाक्षात्काररूप आवी तिहां वीसामो छई,
आरुरुक्षोर्मुनेर्योगं क्रिया कारणमुच्यते । योगारूढस्य तस्यैव शम: कारणमुच्यते ।। गीतासु
- (ધ્યાત્મસાર. .રૂ . . નો. રર) જાદક |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org