________________
૮૭
જેમ એક મોટો સ્ફટિક હોય, તેની સન્મુખ જુદા જુદા વર્ણવાળાં ફૂલો જુદા જુદા સ્થાને મૂકવામાં આવે તો તે સ્ફટિક અમુક ભાગમાં રક્ત દેખાય છે, તો અમુકભાગમાં શ્યામાદિભાવવાળો દેખાય છે. તેથી તે સ્ફટિકમાં રક્તતા, શ્યામતા આદિ ભાવોને કારણે ભેદ દેખાય છે. તેમ એક અનાદિ-અનંત જ્ઞાન છે, તો પણ જુદી જુદી ચિત્તરૂપ ઉપાધિને કા૨ણે અનેક શાનો દેખાય છે. તેથી આ મારું જ્ઞાન, આ અન્યનું જ્ઞાન એમ અનેક જ્ઞાનોની પ્રતીતિ થાય છે. આમ છતાં જ્ઞાન અનેક નથી.
વળી વેદાંતમત પ્રમાણે જુદી જુદી ચિત્તરૂપ ઉપાધિને કારણે એક જ જ્ઞાન અનેક જ્ઞાનરૂપ દેખાય છે, તેમ તે ચિત્તરૂપ ઉપાધિને કારણે ઘટ-પટાદિ બાહ્ય પદાર્થોનો પ્રતિભાસ પણ થાય છે. કેમ કે ચિત્ત ઘટાકાર-પટાકાર આદિ રૂપે પરિણામ પામે છે, તેથી ઘટ-પટાદિ બાહ્ય પદાર્થોની પ્રતીતિ થાય છે. વસ્તુતઃ બાહ્ય પદાર્થો નથી. અને તે જ્ઞાનની ઉપાધિ=જ્ઞાનની ચિત્તરૂપ ઉપાધિ, વિશ્વભેદનું મંડાણ છે, અર્થાત્ આ ચિત્તરૂપ ઉપાધિને કારણે અનેક આત્માઓ છે તથા ઘટ-પટાદિ અનેક પદાર્થો છે, આ પ્રકારના વિશ્વભેદની પ્રાપ્તિ ચિત્તરૂપ ઉપાધિને કારણે થાય છે.
આ સર્વ ભેદ વાસ્તવિક નથી પરંતુ જ્ઞાનાદ્વૈત જ વેદાંતમતમાં વાસ્તવિક છે. આ રીતે ચિત્તની ઉપાધિથી વિશ્વભેદની પ્રાપ્તિ થઈ, અને તેને કારણે શરીર એ આત્મા છે અને ઇંદ્રિય અને ભોગ્ય પદાર્થ આત્મીય છે, એ પ્રકારના અધ્યાસરૂપ સર્વ પ્રપંચ છે; અર્થાત્ આ પ્રકારના અધ્યવસાયને કારણે જ આ સંસારનો સર્વ પ્રપંચ ચાલે છે, અને સાધના કરવાથી જ્યારે આ અધ્યાસ ચાલ્યો જાય ત્યારે આ પ્રપંચ નિવર્તન પામે છે. II૩૪
અવતરણિકા :
પૂર્વગાથા-૩૪ માં કહ્યું કે ચિત્તરૂપ ઉપાધિને કા૨ણે આ વિશ્વભેદની પ્રાપ્તિ થઈ, અને તે વિશ્વભેદમાં આત્મા અને આત્મીય અધ્યાસરૂપ સર્વ પ્રપંચ છે. હવે તે આત્મા અને આત્મીય અધ્યાસરૂપ પ્રપંચ થવાનું કારણ શું છે ? કે જેથી આ સંસાર ઊભો થાય છે ? અને સાધના કરીને તે પ્રપંચને દૂર કરવાની જરૂર ઊભી થાય છે ? તે બતાવવા અર્થે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org