________________
૭૬
ભાવાર્થ :
આત્માને નિત્ય માનીએ તો નક્કી રાગ થાય તેવું નથી. અર્થાત્ આત્માને નિત્ય માનવાથી રાગ થાય પણ ખરો અને ન પણ થાય, કેમ કે રાગ-દ્વેષ તે મનના સંકલ્પરૂપ છે. તેથી જે વ્યક્તિ આત્માને નિત્ય માને, અને આ પદાર્થો મારા આત્મા માટે સુખનાં સાધન છે અને આ પદાર્થો દુઃખનાં સાધન છે, એ પ્રકારનો સંકલ્પ કરે, તેને રાગ-દ્વેષ થાય.
વળી અન્ય જે આત્માને નિત્ય માને છે, અને આત્માનો નિર્વિકલ્પ સ્વભાવ જ સુખરૂપ છે, અન્ય પદાર્થો મારા સુખનાં કારણ નથી તેમ માને છે, તેને માત્ર નિર્વિકલ્પ સ્વભાવવાળા આત્મા પ્રત્યે જ રાગ થઈ શકે છે. અને તેના બળથી જે આત્મજ્ઞાની નિર્વિકલ્પ સ્વભાવરૂપ સમતાભાવમાં આવે, તેને રાગવાસનાનો અવકાશ નથી.
સ્યાદવાદીને જ્યારે મારો આત્મા નિત્ય છે તેવું જ્ઞાન થાય, અને મારા આત્માનો નિર્વિકલ્પ સ્વભાવ છે એ જ તત્ત્વ છે, એવું જ્ઞાન થાય, ત્યારે તે આત્મજ્ઞાની સ્વપરાક્રમના બળથી નિર્વિકલ્પ સ્વભાવરૂપ સમતાભાવમાં આવે છે. તેથી જગતના તમામ પદાર્થોમાં તેને “આ મારા સુખનું સાધન છે કે આ મારા દુઃખનું સાધન છે” એ પ્રકારનો વિકલ્પ ઊઠતો નથી, પરંતુ વિકલ્પ વગરના એવા આત્મસ્વભાવમાં સુદઢ યત્ન કરવારૂપ ધ્યાનમાં જ યત્ન વર્તે છે. તેથી તે ધ્યાનના યત્નથી સમતામાં આવે છે, અને સમતાના પરિણામથી વિશેષ પ્રકારના ધ્યાનમાં યત્ન કરે છે, કે જેના બળથી પૂર્વ કરતાં અતિશયવાળી સમતા પ્રગટ થાય છે. આ રીતે ધ્યાન અને સમતાના ક્રમથી વીતરાગભાવરૂપ આત્મસ્વભાવ ક્રમે કરીને નિષ્ઠામાં વિશ્રાંત પામે છે. તેથી આત્માને નિત્ય માનવા છતાં પણ અપ્રમાદી એવા આત્મજ્ઞાનીને રાગનો અવકાશ નથી. તે જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે –
સામ્યના સંસ્કાર રાગસંસ્કારના વિરોધી છે. આશય એ છે કે આત્મજ્ઞાની જ્યારે નિર્વિકલ્પ સ્વભાવમાં યત્ન કરે છે, ત્યારે સર્વ પદાર્થો પ્રત્યે સામ્યભાવ સ્કુરણ થાય તેવો ધ્યાનમાં યત્ન તેને વર્તે છે, અને તે ધ્યાનકાળમાં આત્મા ઉપર સામ્યના સંસ્કાર પડે છે. અને પૂર્વમાં જ્યારે આત્મજ્ઞાન થયું ન હતું અને તેથી જ આત્માને નિત્ય માનીને બાહ્ય સાધનોમાં જીવે મનઃસંકલ્પ કરીને રાગસંસ્કારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org