SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ भाषांतर] परिशिष्ट - अ [૫૬૯ ईसीपब्भाराए सीआए जोअणंमि लोगंता । बारसहिं जोअणेहिं सिद्धी सबट्ठसिद्धाओ ॥९६०॥ જે દઢપ્રહરીની જેમ તપસ્યાથી ગ્લાનિ ન પામે તે તપસિદ્ધ કહેવાય, જેને સર્વ કર્મ સત્તામાંથી પણ ક્ષીણ થઈ ગયા હોય તે કર્મક્ષય સિદ્ધ કહેવાય. ઈષતુ પ્રાગભારા અથવા જેનું બીજું નામ સીતા છે એવી સિદ્ધશિલા પૃથ્વીથી એક યોજન પછી લોકાંત છે અને સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧૨ યોજન દૂર સિદ્ધશિલા છે. ૯૬૦ निम्मलदगरयवण्णा तुसारगोखीरहारसरिसवन्ना । उत्ताणयछत्तयसंठिआ य भणिया जिणवरेहिं ॥९६१॥ નિર્મળ પાણીના કણિયા જેવા રંગવાળી, બરફ-ગાયનું દૂધ મોતીના હાર જેવી અને ઉચા કરેલા છત્ર જેવા આકારવાળી સિદ્ધશિલા ભગવાને કહેલી છે. ૯૬૧. एगा जोअणकोडी बायालीसं च सयसहस्साई। तीसं चेव सहस्सा दो चेव सया अउणवन्ना ॥९६२॥ बहुमज्झदेसभागे अद्वेव य जोअणाणि बाहल्लं । चरमंतेसु अ तणुई अंगुलऽसंखिज्जईभागं ॥९६३॥ એક ક્રોડ બેંતાલીસ લાખ ત્રીસ હજાર બસે ઓગણપચાસ યોજન અધિક એ પ્રમાણવાળી સિદ્ધશિલાની પૃથ્વી છે, તે સિદ્ધશિલા બરોબર મધ્ય ભાગમાં ૮ યોજન જાડી છે અને ત્યારે બાજુના છેડામાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી પાતળી છે. ૯૬૨-૯૬૩. गंतूण जोअणं जोअणं तु परिहाइ अंगुलपुहुत्तं । तीसेविअ पेरंता मच्छिअपत्ताउ तणुअयरा ॥९६४॥ ईसीपब्भाराए सीआई जोअणमि जो कोसो। कोसरस य छब्भाए सिद्धाणोगाहणा भणिआ ॥९६५॥ तिन्नि सया तित्तीसा धणुत्तिभागो अ कोसछन्भाओ । जं परमोगाहोऽयं तो ते कोसस्स छन्भाए ॥९६६॥ उत्ताणउब्द पासिल्लउब अहवा निसन्नओ चेव । जो जह करेइ कालं सो तह उववज्जए सिद्धो ॥९६७।। इहभवभिन्नागारी कम्मवसाओ भवंतरे होइ । न य तं सिद्धस्स जओ तंमी नो सो तयागारो ॥९६८।। સિદ્ધશિલાના એક એક યોજને નવ આંગલ જાડાઈ ઘટે છે, અને તેના છેડા માંખીની પાંખ કરતાં પણ પાતળા છે. સિદ્ધશિલા-ઈષત્પ્રાશ્મારા પૃથ્વીની ઉપરના એક યોજનામાં જે છેલ્લો ગાઉ છે, તે છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના છે. ત્રણસો તેત્રીસ ધનુષ અને ઉપર ધનુષનો ત્રીજો ભાગ તેને ગાઉનો છઠ્ઠો ભાગ કહેવાય, ગાઉનો છઠ્ઠો ભાગ સિદ્ધોની ઉત્કૃષ્ટ ૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy