________________
૫૬૬] પરિશિષ્ટ - ૩
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જેની યાત્રા હમેશાં સિદ્ધ થતી હોય અથવા તેડિકની જેમ જેને વરદાન મળ્યું હોય તેને યાત્રાસિદ્ધ કહેવાય. અહીં અભિપ્રાય સિદ્ધ શબ્દમાં અભિપ્રાય શબ્દથી બુદ્ધિ સમજવી. ૩૬. હવે એ બુદ્ધિસિદ્ધનું સ્વરૂપ કહે છે :
विउला विमला सुहुमा जस्स मई जो चउबिहाए वा ।
बुद्धीए संपन्नो स बुद्धिसिद्धो इमा सा य ॥९३७॥ વિપુલ, વિમલ અને સૂક્ષ્મ એવી જેની બુદ્ધિ હોય અથવા ચારે પ્રકારની બુદ્ધિ જેને હોય તેને બુદ્ધિસિદ્ધ કહેવાય; ઔત્પાતિકી, વૈનેયિકી, કાર્મિકી અને પરિણામિકી એ ચાર પ્રકારની બુદ્ધિ છે, પણ પાંચમી બુદ્ધિ જગતમાં નથી. ૯૩૭. હવે ઓત્પાતિકી બુદ્ધિનું લક્ષણ કહે છે :
पुबमदिट्ठमस्सुअमवेइअ तक्खणविसुद्धगहिअत्था ।
अव्वाहयफलजोगिणि बुद्धी उप्पत्तिआ नाम ॥९३९॥ પહેલાં જોયું ન હોય, સાંભળ્યું ન હોય, મનથી વિચાર્યું પણ ન હોય અને પ્રસંગ વખતે સાચો અર્થ જેનાથી સમજાય તેને ઉત્પત્તિની બુદ્ધિ કહેવાય, તે બુદ્ધિ અવ્યાહત ફલવાળી હોય છે. ૯૩૯.
ઉત્પત્તિકી બુદ્ધિના દષ્ટાંતો આ પ્રમાણે છે :भरहसिल १, पणिअ २, रुक्ने ३, खुड्डग ४, पड ५, सरड ६, काग ७, उच्चारे ८ । गय ९, घयण १०, गोल ११, खंभे १२, खुड्डग १३, मग्गित्थि १४, पइ १५, पुत्ते १६, ॥९४०॥ भरहसिल १, मिंड २, कुक्कुड ३, तिल ४, वालुअ ५, हत्थि ६, अगड ७, वणसंडे ८ । पायस ९, अइआ १०, पत्ते ११, खाडहिला १२, पंच पिअरो अ १३, ॥९४१॥ महुसित्थ १७, मुद्दि १८, अंके १९, अ नाणए २०, मिक्खु २१, चेडगनिहाणे २२, । सिक्खा य २३, अत्थसत्थे २४, इच्छा य महं २५, सयसहस्से २६, ॥९४२॥
ભરતનટના રોહાનો માંડવા ઉપર શિલા કરવાનું, થોડા થોડા ભાગે ચીભડાં ખાવાનું, વાંદરાને પથરા મારી આંબાના ફળ લેવાનું, કુવામાં પડેલી વીંટી ઉપર છાણ નાંખી અગ્નિથી સુકવીને કુવાને પાણીથી ભરી કાંઠે બેઠા વીંટી લેવાનું, માથું ઓળીને ઊનના કપડાની પરીક્ષા કરવાનું, લોહી અને લાખથી લિપેલા કાચંડાવાલા સ્થાનમાં રેચ કરવાનું અથવા કાચંડાના મસ્તક ચાલવામાં ભિક્ષુ ભિક્ષુણીના પ્રશ્નને કહેવાનું, ૬૦,૦૦૦ કાગડાના પ્રમાણનું, અથવા કાગપ્રવેશથી સ્ત્રીની પરીક્ષાનું , અથવા વિષ્ટામાં વિષ્ણુની વ્યાકિની પરીક્ષાનું, સ્પંડિલથી તલના જેવા ભોજનને જાણવાનું, નાવમાં નાંખેલા પત્થરથી હાથીને તોલવાનું અથવા ગામનો માર્ગ જાણવાનું, દેશથી કાઢી મૂકેલ ભાંડના પગરખાના ભારાનું, સળી તપાવી લાખનો ગોલો કાઢવાનું, તળાવમાં રહેલા થાંભલાને બાંધવાનું, પેશાબથી પદ્ધ કરનાર ક્ષુલ્લકનું, હાથ લાંબો કરવાથી વ્યંતરીને જાણવાનું, પ્રસવના બહાને સ્ત્રીસંગનું, બે ભíરપતિમાં પ્રીતિનાં ફેરફારનું, છોકરાને મારવાનું કહીને સાચી માતાની પરીક્ષાનું, મધપુડો દેખવાના સ્થાનથી વ્યભિચાર જાણવાનું, પુરોહિતે ઓળવેલી થાપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org