________________
૫૬૦] શાનનય અને ક્રિયાનનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ શૈલેશી અવસ્થા પ્રાપ્ત નથી થતી, ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત નથી થતી. માટે ક્રિયા જ સર્વ પુરૂષાર્થસિદ્ધિનું પ્રધાન કારણ છે. “જે જેના પછી તરત જ થનારું હોય, તે તેનું કારણ છે.” જેમ અન્ય અવસ્થા પામેલ પૃથ્વી આદિ સામગ્રી પછી તરત જ ઉત્પન્ન થનાર અંકુર તેનું કારણ છે, તેમ સર્વ પુરૂષાર્થ-સિદ્ધિ પણ ક્રિયાની અનન્તર જ થાય છે. આથી આ નય ચાર પ્રકારના સામાયિકમાંથી દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિકને જ માને છે, કેમકે ક્રિયારૂપે તે મુક્તિનું પ્રધાન કારણ છે; સમ્યકત્વ અને શ્રુતસામાયિક તો તેના ઉપકારી માત્ર હોવાથી ગૌણભૂત હોવાને લીધે તેને નથી માનતો. શિષ્ય - ભગવન્! આ બંને પક્ષમાં યુક્તિ જણાય છે, તો પછી બેમાંથી સત્ય તત્ત્વ કર્યું?
આચાર્ય - સ્વતંત્ર સામાન્ય-વિશેષવાદી બધાય નયોની પરસ્પર વિરૂદ્ધ વક્તવ્યતા સાંભળીને સર્વ નયોને સંમત જે તત્ત્વરૂપે ગ્રાહ્ય હોય, તે મુક્તિનું સાધન છે. અર્થાત્ ચારિત્રરૂપ ક્રિયા અને જ્ઞાનાદિ ગુણ, એ ઉભય (જ્ઞાન-ક્રિયા) વડે યુક્ત જે સાધુ હોય, તે મોક્ષસાધક છે; પણ એ બેમાંથી કોઈ પક્ષ એકલો મોક્ષસાધક નથી જ્ઞાનનયવાદી જે કહે છે કે, “જે જેના વિના ન થાય તે તેનું કારણ છે.” આમાં તદવિનાભાવિત્વરૂપ હેતુ અસિદ્ધ છે. કેમકે જ્ઞાનમાત્ર વિના પુરૂષાર્થસિદ્ધિ નથી એવું ક્યાંય પણ જણાતું નથી. જેમ દાહ-પાક આદિ કરવાના અર્થીને દહનાદિના જ્ઞાનમાત્રથી જ દાદાદિ કાર્યસિદ્ધિ નથી થતી; પરંતુ અગ્નિ લાવવો, તેને ફેંકવો, સળગાવવો વગેરે ક્રિયા પણ કરવામાં આવે, તો જ તે દહાદિ કાર્યની સિદ્ધિ થાય છે. તીર્થકર ભગવંત પણ માત્ર કેવળજ્ઞાનથી જ મોક્ષ સાધે છે એમ નહિ, સાથે યથાખ્યાતચારિત્રરૂપ ક્રિયા પણ હોય છે. માટે સર્વત્ર પુરૂષાર્થ સિદ્ધિનું કારણ જ્ઞાન સિદ્ધ થાય છે, તેમ ક્રિયા પણ તેના કારણ તરીકે સિદ્ધ થાય છે, કેમકે તેના વિના પણ પુરૂષાર્થસિદ્ધિ નથી થતી માટે એ હેતુ અનેકાન્તિક પણ છે.
એ જ પ્રમાણે ક્રિયાવાદીએ “જે જેના પછી થનારું હોય, તે તેનું કારણ છે.” ઇત્યાદિ પ્રયોગમાં “જે જેના પછી થનાર” રૂપ હેતુ કહેલ છે, તે પણ અસિદ્ધ અને અનેકાંતિક છે. કારણ કે સ્ત્રીભક્ષ્ય ભોગ આદિના ક્રિયાકાળમાં પણ જ્ઞાન હોય છે. તેના જ્ઞાન સિવાય તેમાં પ્રવૃત્તિ જ થઈ શકે નહિ. એવી જ રીતે શૈલેશી-અવસ્થામાં સર્વસંવરરૂપ ક્રિયાકાળે પણ કેવળજ્ઞાન હોય છે. તેના સિવાય તેની પ્રાપ્તિ નથી હોતી તેથી હેતુ અસિદ્ધ છે. વળી જેમ ઉપરોક્ત હેતુ મુક્તિ આદિ પુરૂષાર્થના કારણરૂપે ક્રિયાને સિદ્ધ કરે છે, તેવી રીતે જ્ઞાનને પણ તેના કારણરૂપે સિદ્ધ કરે છે. કેમકે તેના વિના પણ પુરૂષાર્થની સિદ્ધિ ક્યાંય થતી નથી, તેથી હેતુ અનેકાન્તિક છે. મુક્તિ આદિ શ્રેષ્ઠસ્થાન જ્ઞાન અને ક્રિયા એ ઉભયથી સાધ્ય છે, પણ કોઈ પણ એકથી સાધ્ય નથી.
શિષ્ય :- ભગવન્! જ્ઞાન અને ક્રિયા પ્રત્યેકમાં મુક્તિ પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય નથી, તો તેના સમુદાયમાં ક્યાંથી હોય? જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી હોતું, તો તેના સમુદાયમાં પણ નથી હોતું. તેવી રીતે અહીં પ્રત્યેક જ્ઞાન અને ક્રિયામાં મુક્તિદાયક શક્તિ નથી, તો તેના સમૂહમાં પણ ન હોવી જોઇએ.
આચાર્ય - જો સર્વથા એ પ્રત્યેકની મુક્તિમાં અનુપકારિતા કહેવામાં આવે, તો તું કહે છે તેમ થાય, પરંતુ તેમ નથી. અહીં તે પ્રત્યેકની મુક્તિના સાધ્યમાં દશોપકારિતા છે અને જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org