SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] સર્વ, સાવદ્ય અને યોગ' શબ્દની વ્યાખ્યા. [૫૪૩ વ્યાપાર) અથવા જીવ સાથે જે જોડાય યા સંબંધ કરાય તેને યોગ કહેવાય. કેમકે આત્મા કર્મ સાથે જોડાય છે, તેથી તેને યોગ કહેવાય. વળી તે યોગ હોતે છતે આત્મા કર્મ સાથે જોડાય, માટે તેને યોગ કહેવાય તે યોગ કાયિકાદિ વ્યાપારરૂપ એટલે મન, વચન અને કાયાથી ત્રણ પ્રકારે માનેલો છે. હવે સર્વ, સાવઘ અને યોગ એ ત્રણે પદનો સંબંધ યોજીએ છીએ. તે સર્વસાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કરૂં છું, એટલે ત્યાગ કરૂં છું. પ્રતિ શબ્દ ‘નિષેધ' અર્થમાં છે અને ‘આખ્યાન' શબ્દ ખ્યાપના અથવા આદરથી કહેવારૂપમાં છે, તેથી પ્રતિષેધનું આખ્યાન, તે પ્રત્યાખ્યાન એટલે નિવૃત્તિ કહેવાય. ૩૪૯૬ થી ૩૫૦૧. હવે ભેદપૂર્વક પ્રત્યાખ્યાનનું કથન કરે છે ઃ (૪૮૮) નામ વળા વિણ સત્યડિસેમાવો ત્રં ચ । नामाभिहाणमुत्तं ठेवणागारक्खनिक्खेवा || ३५०२॥ दव्वरस व दव्वाण व दव्वब्भूयस्स दव्वहेउं वा । दव्वं पच्चक्खाणं निण्हाईणं व सव्वं पि ॥३५०३॥ भिक्खमदाणमइच्छा पडिसेहो रोगिणो व्व किरियाए । सिद्धं पच्चक्खाओ जह रोगी सव्वविज्जेहिं || ३५०४ || भावरस भावओ भावहेउमह भाव एव वाभिमयं । पच्चक्खाणं दुविहं तं सुयमिह नोसुयं चेव ॥३५०५। पुव्वं नोपुव्वसुयं पच्चक्खाणं ति पुव्वसुयमुत्तं । आउरपच्चक्खाणाड्यं च नोपुव्वसुयमुत्तं || ३५०६।। Jain Education International नोसुयपच्चक्खाणं मूलुत्तरगुणविहाणओ दुविहं । સર્વો તેસે ય મયં ૬૪ સર્વાં સ–સામે રૂ૬૦૭|l [૪૨૦૪] ગાથાર્થ :- નામ-પ્રત્યાખ્યાન, સ્થાપના-પ્રત્યાખ્યાન, દ્રવ્ય-પ્રત્યાખ્યાન, અદિત્સા-પ્રત્યાખ્યાન, પ્રતિષેધ-પ્રત્યાખ્યાન અને ભાવ-પ્રત્યાખ્યાન એમ છ પ્રકારે પ્રત્યાખ્યાન છે. તેમાં “પ્રત્યાખ્યાન” એવું જે નામ તે નામ-પ્રત્યાખ્યાન, અકાર અથવા અક્ષાદિમાં નિક્ષેપ કરવો તે સ્થાપના-પ્રત્યાખ્યાન. સચિત્તાદિ દ્રવ્યનું અથવા દ્રવ્યોનું દ્રવ્યજીવનું = ભાવરહિત અભવ્ય જીવનું તેમજ દ્રવ્યને માટે જે પ્રત્યાખ્યાન કરાય તે અને નિÁવાદિકનું જે પ્રત્યાખ્યાન, તે સર્વ દ્રવ્ય-પ્રત્યાખ્યાન કહેવાય છે. ભિક્ષાચરને ભિક્ષા ન દેવી તે અદિત્સાપ્રત્યાખ્યાન કહેવાય. અસાધ્ય રોગીની જેમ ક્રિયાનો નિષેધ કરવો તેને પ્રતિષેધ-પ્રત્યાખ્યાન કહેવાય. લોકમાં પણ આ વાત પ્રસિદ્ધ છે, કે “સર્વ વૈદ્યોએ આ રોગીનો પ્રતિષેધ કર્યો છે.’” (આ સ્થળે નિર્યુક્તિમાં ક્યાંક નિર્વિષયજ્ઞાપનરૂપ ક્ષેત્રપ્રત્યાખ્યાન કહેલું જણાય છે.) ભાવનું=સાવદ્યયોગના પરિણામનું પ્રત્યાખ્યાન કરવું તે, તથા ભાવથી=શુભ પરિણામ ઉત્પન્ન થવાથી કરેલું પ્રત્યાખ્યાન તેમ જ ભાવ હેતુક (સર્વ કર્મનો ક્ષય કરવા માટે કરેલું) પ્રત્યાખ્યાન તે, અને (સાવઘયોગની વિરતિલક્ષણ) ભાવરૂપ પ્રત્યાખ્યાનને ભાવપ્રત્યાખ્યાન કહેવાય છે. એ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy