SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] “મંતે” પદથી આત્મ-આમંત્રણ. [૫૩૯ अहवा भंतं च तयं सामइयं चेइ भंतसामइयं । एत्तमलक्खणमेवं भंतेसामाइयं तं च ॥३४७४।। नामाइवुदासत्थं नणु सो सावज्जजोगविरईओ। गम्मइ भण्णइ न जओ तत्थवि नामाइसब्भावो ॥३४७५॥ भंतस्स य सामाइयं भंते सामाइयं जिणाभिहियं । न परप्पणीयसामाइयं ति भंतेविसेसणओ ॥३४७६॥ ગાથાર્થ - અથવા અવશેષ ક્રિયાનો ત્યાગ કરવાથી અને એક સામાયિક ક્રિયાના નિયામકભૂત તે પદ સામાયિકના ઉપયોગથી આત્માને આમંત્રણરૂપ છે. તેથી જેમ બાહ્ય-ક્રિયાના નિષેધથી અત્યંતર ક્રિયાનો ઉપયોગ કહેલો ગણાય છે, તેમ પડિલેહણાદિ સર્વ ક્રિયાઓની અનાબાધતાવડે આરબ્ધ ક્રિયામાં ઉપયોગ કરવાનું આત્માના આમંત્રણવડે કહેલું છે. અથવા મત્ત શબ્દ જિનાદિ સાક્ષીઓના આમંત્રણને કહેનાર છે, (જેમકે હે જિનાદિ ભગવંતો ! હું તમારી સાક્ષીએ સામાયિક કરું છું.) તેમની સાક્ષીએ સામાયિક કરનારને વ્રતમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. કેમકે મેં જિનાદિની સાક્ષીએ સામાયિક ગ્રહણ કર્યું છે, એ વાસનાથી સામાયિકના અતિચારોનો ત્યાગ કરતા તેમની લજ્જા, ગૌરવ અને ભયથી તેને તે સામાયિકવ્રત સ્થિર થાય છે. અથવા “ભદન્ત' સામાયિકનું જ વિશેષણ છે. જેમકે ભદંત એવું જે સામાયિક તે ભદંત સામાયિક હું કરું છું, કલ્યાણને પ્રાપ્ત કરાવનાર સામાયિક હું કરું . અંતે સામાયિક શબ્દમાંનો એકાર અલાક્ષણિક હોવાથી તેનો લોપ કર્યો છે. નામ-સ્થાપનાદિ સામાયિકનો ભેદ જણાવવાને ઉપરોક્ત વિશેષણ જણાવ્યું છે. (કેમકે તે સામાયિક કલ્યાણ પ્રાપ્ત કરાવનારાં નથી) એ ભેદ સાવદ્યયોગની વિરતિથી જણાય છે; વળી નામાદિ સામાયિક સાવદ્યયોગની વિરતિરૂપ નથી એમ કહેવામાં આવે, તો તેનો ઉત્તર કહીએ છીએ કે - તે વચન યોગ્ય નથી, કેમકે તેમાં પણ (સાવઘયોગની વિરતિમાં પણ) નામ-સ્થાપનાદિનો સદ્ભાવ છે અથવા મંતે સામાડ્યું એટલે જિનેશ્વરે કહેલું ભગવંતનું સામાયિક હું કરું પણ પદપ્રરૂપિત સામાયિક નથી કરતો, એમ ભંતે વિશેષણથી સમજવું. ૩૪૭૦ થી ૩૪૭૬. કરણે ભએ ય અંતે એ ત્રણ પદની વ્યાખ્યા કરી, હવે “સમય” એ ચોથા પદની વ્યાખ્યા કરે છે : राग-द्दोसविरहिओ समो त्ति अयणं अयो त्ति गमणं ति । समगमणं ति समाओ स एव सामाइयं नाम ॥३४७७॥ अहवा भवं समाए निव्वत्तं तेण तम्मयं वावि । जं तप्पओयणं वा तेण व सामाइयं नेयं ॥३४७८॥ अहवा समाइं सम्मत-नाण-तरणाई तेसु तेहिं वा । अयणं अओ समाओ स एव सामाइयं नाम ॥३४७९॥ अहवा समरस आओ गुणाण लाभो त्ति जो समाओ सो। હવા સમાપમાડે તેવો સામાફિયં નામ રૂ૪૮૦| . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy