SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સામાયિકપદના શંકા-સામાધાન. [૫૩૩ ભિન્ન હોય, તો મિથ્યાષ્ટિની જેમ તેને સામાયિકજન્ય સમભાવનો અભાવ થશે, અને તેના પ્રયોજનભૂત મોક્ષનો પણ અભાવ પ્રાપ્ત થશે. વળી સામાયિક કરનાર સમ્યગુદૃષ્ટિ છે, અને બીજા મિથ્યાદૃષ્ટિ છે. એવો તફાવત પણ નહિ રહે, કેમકે બન્નેના સામાયિક ભિન્ન છે, અથવા એમ કહેવામાં આવે કે ધન ભિન્ન છતાં પણ “ધનવાન' એવો વ્યવહાર કરાય છે તથા ધનવાન જેમ ધનના ફળનો ભોક્તા જણાય છે, તેવી રીતે સામાયિકનો સ્વામી પણ તેના ફળનો ભોક્તા થશે. કેમકે બંનેમાં ન્યાય સમાન છે. આ કથન યોગ્ય નથી, કારણ કે સામાયિક જીવનો ગુણ છે, તેથી તે તેનાથી ભિન્ન હોય, તો જેમ બીજાનું સામાયિક બીજાને ભિન્ન હોવાથી નિષ્ફળ છે, તેમ તેને પણ તેની નિષ્ફળતા થાય. (ધન એ ધનવાનનો ગુણ નથી, તેથી તે તેનાથી ભિન્ન હોય, તો પણ તેનું ફળ થાય, અહીં તેમ નથી, માટે તેમ ન બને) વળી જો કર્તાથી સામાયિક ભિન્ન હોય, તો સમ્યકત્વાદિ સામાયિકનો સદ્ભાવ હોવા છતાં પણ, જેમ પ્રદીપ સાથે રહ્યા છતાં સ્વભાવભૂત ચક્ષુ વિનાના અન્યની જેમ સમ્યકત્વાદિ સ્વભાવરહિત હોવાથી તે હંમેશાં અજ્ઞાની જ રહેશે. તથા સામાયિક અને સામાયિકવાન જીવની એકતા માનવામાં આવે, તો સામાયિકનો નાશ થતાં સામાયિકવાન જીવનો પણ નાશ થાય, અને સામાયિકની ઉત્પત્તિ થતાં જીવની પણ ઉત્પત્તિ થાય. એ માન્યતા પણ ઈષ્ટ નથી, કેમકે જીવ નિત્ય છે. અથવા કર્તા-કર્મ અને કરણને સંકરદોષ પ્રાપ્ત થાય. તેઓની એકતા થાય, અથવા એ કર્તા વગેરે સર્વ કલ્પનારૂપ જ બને. ૩૪૨૦ થી ૩૪૩૦. હવે આચાર્યશ્રી ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર આપે છે : आया हु कारओ मे सामाइयकम्म करणमाया य । . तम्हा आया समाइयं च परिणामओ एक्कं ॥३४३१॥ जं नाणाइसभावं सामाइयं जोगमाह करणं च । उभयं च सपरिणामो परिणामाणन्नया जं च ॥३४३२॥ तेणाया सामइयं करणं च चसद्दओ न भिन्नाइं । नणु भणियमणण्णत्ते तन्नासे जीवनासो त्ति ॥३४३३॥ जइ तप्पज्जयनासो को दोसो होइ सव्वहा नत्थि । जं सो उप्पाय-बय-धुवधम्माणंतपज्जाओ ॥३४३४॥ सब्बं च्चिय पइसमयं उप्पज्जइ नासए य निच्चं च । एवं चेव य सुह-दुक्ख-बंध-मोक्खाइसब्भावो ॥३४३५॥ एवं चेव य वत्, परिणामवसेण कारगंतरयं । पावइ तेणादोसो विवक्खाया कारगं जं च ॥३४३६॥ कंभो विसिज्जमाणो कत्ता कम्मं स एव करणं च । नाणाकारयभावं लहइ जहेगो विवक्खाए ॥३४३७॥ जह वा नाणाणन्नो नाणी नियओवओगकालम्मि । વિ તિરસાવ સામારૂારો પર્વ //રૂ૪૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy