SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪] પ્રયોજન તથા ફળનું વર્ણન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વગેરેને વશ કરવાથી ઉપાધ્યાય છે આ પ્રમાણે હોવાથી આચાર્યાદિના ક્રમમાં પણ અહંદાદિનો ક્રમ જ પ્રાપ્ત થાય છે. વળી છઘ0 તીર્થંકર દીક્ષા લેતી વખતે ગુણાધિક સિદ્ધોને નમસ્કાર કરે છે, તેથી તે વખતે તેમને કંઇ દોષ નથી, કેમકે તે વખતે તેમને કેવળજ્ઞાનોત્પત્તિ નથી. શિષ્ય - જો એ પ્રમાણે છઘસ્થ તીર્થકરની અપેક્ષાએ સિદ્ધો ગુણાધિક છે, તો પછી તેમનો નમસ્કાર આદિમાં શા માટે કહે છે ? આચાર્ય - છવસ્થ તીર્થકરનો નમસ્કાર આદિમાં નથી કહ્યો, પરન્તુ જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય એવા સર્વજ્ઞ-અન્તનો નમસ્કાર આદિમાં કહ્યો છે, તેવા અરિહંત જ સિદ્ધાદિ વસ્તુસમૂહના સ્વરૂપનું યથાર્થ કથન કરે છે, તેથી તેઓ જ સિદ્ધ કરતાં અધિક ગુણવાન છે. શિષ્ય - ભગવન્! આપનું એ કથન તો યથાર્થ છે, પરન્તુ છઘસ્થજિનની અપેક્ષાએ સિદ્ધો ગુણાધિક છે, તો પછી જ્યાં સુધી છઘસ્થજિનને કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પ્રથમ સિદ્ધાદિનો નમસ્કાર માનવામાં શો દોષ છે ? આચાર્ય - જ્યારે અહીં ભરતાદિ ક્ષેત્રમાં છવસ્થ તીર્થકર હોય છે, ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં બીજા કેવળી તીર્થકરો હોય છે, સર્વજ્ઞ તીર્થકર વિનાનો અવશેષ કાળ નથી તેથી નિત્યકાળપર્યન્ત અહંદાદિનો નમસ્કાર જ માનવો યોગ્ય છે. ૩૨ ૧૦ થી ૩૨૨૧. હવે પ્રયોજન તથા ફળનું સ્વરૂપ બતાવે છે :(४६३) एत्थ य पओयणमिणं कम्मखय मंगलागमो चेव ॥दारी। इहलोय-पारलोइयदुविहफलं तत्थ दिटुंता ॥३२२२॥१०२२॥ (४६४) इहलोए अत्थ-कामा-आरोग्गं अभिरई य निष्फत्ती । सिद्धी य सग्ग-सुकुलप्पच्चायाई य परलोए ॥३२२३॥१०२३।। (४६५) इहलोगम्मि तिदंडी सा देव् माउलुंगवणमेव । परलोए चंडपिंगल-इंडियजक्खो य दिटुंता ॥३२२४॥१०२४॥ અહીં નમસ્કાર કરવામાં કર્મનો ક્ષય અને મંગળનું આગમન, એ બે પ્રયોજન છે. તથા આલોકસંબંધી અને પરલોકસંબંધી એમ બે પ્રકારનું ફળ છે; તેમાં આ પ્રમાણે દૃષ્ટાંતો છે. નમસ્કાર કરવાથી આ લોકમાં અર્થ-કામ-આરોગ્ય અને અભિરતિની પ્રાપ્તિ થાય છે, તથા પરલોકમાં સિદ્ધિસ્વર્ગ-અને ઉત્તમ કુળ વગેરેની પ્રાપ્તિ થાય છે. આ લોકના ફળમાં તે ત્રિદંડી અને દિવ્ય માતુલુંગવનનાં દષ્ટાંત છે, પરલોકના ફળમાં ચંડપિંગલ અને કુંડિકયક્ષના દષ્ટાન્ત છે. ૩૨૨૨ થી ૩૨૨૪. હવે ભાષ્યકાર મહારાજ ઉપરોક્ત અર્થનું વિવરણ કરે છે. सयओवओगकिरियागुणलाभो तप्पओयणमिहेव । कालंतरनिप्फत्ती फलमिह-परलोग मोक्नेसु ॥३२२५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy