________________
૪૭o] શૈલેશી અવસ્થામાં શું કરે ? [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
भणियमिहेव य केवलनाणुवउत्ता मुणंति सव्वं ति ।
पासंति सब्बउ त्ति य केवलदिट्ठीहिणंताहिं ।।३०९४॥ ઋજુ શ્રેણિને પામેલો તે જીવ સમય પ્રદેશાન્તરને એટલે બીજા સમયે અવગાહ કરેલા પ્રદેશથી બીજા પ્રદેશને સ્પર્યા વિના એક જ સમયમાં સાકાર ઉપયોગથી અચિંત્યશક્તિ વડે સિદ્ધિ પામે છે. સાકાર ઉપયોગના લાભથી સર્વ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેથી અહીં તે સાકાર ઉપયોગવત્તને સિદ્ધલબ્ધિ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે તેને (સિદ્ધને) અવશ્ય તરતમ યોગોપયોગતા પ્રાપ્ત થાય છે. (અન્ય કાળે સાકારોપયોગ અને અન્ય કાળે અનાકારોપયોગ થાય છે.) એકી સાથે બે ઉપયોગ માનવામાં આવે, તો (પ્રજ્ઞાપનામાં કહેલું) “સાકાર' વિશેષણ અયોગ્ય થાય. તે સિદ્ધને જ્ઞાનદર્શન સર્વ સાકારમય જ છે, તેથી સાકાર વિશેષણ આપવામાં દોષ નથી. (કેમકે તે સ્વરૂપ વિશેષણ છે.) જો કે સિદ્ધને કેવળજ્ઞાન-કેવળદર્શન કહેવાય છે, પણ તેમાં કંઈ તફાવત નથી. એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે સિદ્ધોનું સાકાર-અનાકારમય લક્ષણ કહેલું છે. અને સિદ્ધાન્તમાં જ્ઞાન-દર્શન જુદા જુદા પ્રસિદ્ધ છે, (એટલે બન્નેમાં અવિશેષતા કેમ કહેવાય ?) વળી બન્નેમાં અવિશેષતા માનવાથી પ્રત્યેકના જ્ઞાન-દર્શનનાં આવરણ, બાર પ્રકારનો ઉપયોગ, પાંચ પ્રકારે જ્ઞાન અને ચાર પ્રકારે દર્શન. એ સર્વ ક્યાંથી ઘટે ? (ન જ ઘટે.) તથા આ જ ગ્રંથમાં આગળ કહ્યું છે કે સિદ્ધાત્મા અનંત કેવલ દષ્ટિવડે કેવલજ્ઞાનોપયોગવંત થઈને સર્વ પ્રકારે સર્વ વસ્તુ જાણે છે અને જુએ છે. (માટે સિદ્ધાત્માને જ્ઞાન-દર્શનની એકતા માનવી તે અયોગ્ય છે.) પુનઃ બે ઉપયોગની એકતાના સંબંધમાં શંકા-સમાધાન કહે છે :
आइ पिहभावम्मि वि उवउत्ता दंसणे य णाणे य । भणियं, तो जुगवं सो, नणु भणियमिणं पि तं सुणसु ॥३०९५।। नाणम्मि दंसणम्मि य एत्तो एगयरयम्मि उवउत्तो । सव्वस्स केवलिस्स जुगवं दो नत्थि उवओगा ॥३०९६॥ अह सबस्सेव न केवलिस्स दो किंतु कासइ हवेज्ज । सो य जिणो सिद्धो वा तं च न सिद्धाहिगाराओ ॥३०९७॥ अहवा पुव्वरेणव सिद्धमिक्को त्ति किंच बिइएणं । एतो च्चिय पच्छद्धे वि गम्मई सव्वपडिसेहो ॥३०९८॥ तो कहमिहेव भणियं उवउत्ता दंसणे य नाणे य ?।
समुदायवयणमेयं उभयनिसेहो य पत्तेयं ॥३०९९॥ કેવળજ્ઞાન-દર્શનનો પૃથ ભાવ માનવામાં આવે, તો પણ કંઈ દોષ નથી, કેમકે સિદ્ધાત્મા દર્શનવડે અને જ્ઞાનવડે ઉપયુક્ત કહેલ છે, અને તેથી બન્ને ઉપયોગ યુગપતું સિદ્ધ થાય છે. જો અન્યમતે) એ પ્રમાણે કહ્યું છે, તો આ પ્રમાણે પણ કહ્યું છે. તે સાંભળો. જ્ઞાન અથવા દર્શન એ બેમાંથી એકમાં ઉપયોગવંત હોય છે. સર્વ કેવળીને એકીસાથે બે ઉપયોગ નથી હોતા. (આ પ્રમાણે ભદ્રબાહુ સ્વામિએ યુગપ બે ઉપયોગનો નિષેધ કર્યો છે.) સર્વ કેવળીને યુગપદ્ બે ઉપયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org