________________
ભાષાંતર ]
સાંતરુ અવિરહ અને વિરહદ્વાર.
[૪૦૫
હોય, તથા ચારિત્ર પામનારા સંખ્યાતા હોય.) તેથી સ્વસ્થાનમાં પ્રતિપદ્યમાનની અપેક્ષાએ જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્યાતગુણા અથવા સંખ્યાતગુણા જાણવા. ૨૭૬૭ થી ૨૭૭૪. હવે સાંતરદ્વાર, અવિરહદ્વાર અને વિરહદ્વાર કહે છે :
(४०८) कालमणंतं च सुए अद्धापरियट्टओ य देसूणो । आसायणबहुलाणं उक्कोसं अन्तरं होई || २७७५।।८५३।। मिच्छयरस वणरसइकालो सेसरस सेससामण्णो । हीणं भिण्णमुहुत्तं सव्वेसिमिहेगजीवरस || २७७६॥ (४०९) सम्मसुयागारणि आवलियअसंखभागमेत्ताओ ।
अट्ट समया चरिते सव्वेसिं जहण्ण दो समया ॥। २७७७ ।। ८५४ | (४१०) सुय - सम्म सत्तयं खलु विरयाविरई य होइ बारसगं ।
विरईए पण्णरसगं विरहियकालो अहोरता || २७७८|| ८५५ ।। શ્રુતસામાયિકનું જઘન્ય અંતર અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંત કાળ સુધીનું છે. શેષ ત્રણ સામાયિકનું જઘન્ય અંતર અંતમુહૂર્તનું અને ઉત્કૃષ્ટ અંતર અર્ધપુદ્ગલ પરાવર્તનમાં કંઇક ઓછું છે. તે અંતર અતિશય આશાતનાવાળા જીવોને હોય છે. મિથ્યાશ્રુતનો કાળ વનસ્પતિના કાળ જેટલો જાણવો. શેષ સભ્યશ્રુતનો અંતરકાળ સમ્યક્ત્વાદિ સામાયિકના કાળ જેટલો છે. એ સર્વનો જઘન્ય અંતર કાળ અંતમુહૂર્તનો છે, તે એક જીવની અપેક્ષાએ જાણવો. સમ્યક્ત્વ-શ્રુત અને દેશવિરતિસામાયિક નિરંતર પામનારા ઉત્કૃષ્ટથી આવલિના અસંખ્યાતમાં ભાગપ્રમાણ સમય સુધી હોય અને ચારિત્ર પામનારા આઠ સમય સુધી હોય, તથા જઘન્યથી બે સમય સુધી હોય, (તે પછી વિરહકાળ થાય.) સમ્યક્ત્વ અને શ્રુતસામાયિક પ્રાપ્તિનો વિરહકાળ ઉત્કૃષ્ટથી સાત અહોરાત્રિનો છે, દેશિવરતિનો બાર અહોરાત્રિનો અને સર્વવિરતિનો પંદર અહોરાત્રિનો (વિરહકાળ) છે. ૨૭૭૫ થી ૨૭૭૮.
વિવેચન :- કોઇ જીવ એકવાર સમ્યક્ત્વાદિ સામાયિક પામીને તેથી ભ્રષ્ટ થયા પછી ફરી જેટલા કાળ પછી તે સામાયિક પામે તેની વચ્ચેના કાળને અંતર કહેવાય. એવું અંતર સામાન્યઅક્ષરાત્મક શ્રુતમાં જઘન્યથી અંતર્મુહૂર્તનું છે, અને ઉત્કૃષ્ટથી અનંતકાળ પર્યંતનું છે. કારણ કે કોઇ બેઇન્દ્રિયાદિ જીવ શ્રુત પામીને મરી ગયો હોય, તે પૃથ્વીકાયાદિ જાતિમાં ઉત્પન્ન થઇ અંતર્મુહૂર્ત સુધી રહીને, ફરી પાછો બેઇન્દ્રિયાદિમાં આવીને શ્રુત પામે, ત્યારે તેને જઘન્યથી અંતર્મુહૂર્તનું અંતર થાય. તથા જે બેઇન્દ્રિયાદિ જીવ મરણ પામીને પૃથ્વીકાયાદિ પાંચેમાં વારંવાર ઉત્પન્ન થઇને અનંત કાળ સુધી તેમાં રહે, ફરી ત્યાંથી નીકળીને બેઇન્દ્રિયાદિમાં આવીને શ્રુત પામે, ત્યારે તેને તે ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું અંતર થાય. આ અનંતકાળ સંખ્યાતા પુદ્ગલપરાવર્ત પ્રમાણ જાણવો.
શ્રુતસામાયિક સિવાયના શેષ સમ્યક્ત્વસામાયિક-દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિક. એ ત્રણ સામાયિકનું જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ અંતર અર્ધ પુદ્ગલપરાવર્તમાં કંઇક ઓછું છે. આ ઉત્કૃષ્ટ અંતર અતિશય આશાતનાવાળા જીવની અપેક્ષાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org