________________
ભાષાંતર] અપરિમાણ પ્રત્યાખ્યાન કરનાર મૃષાવાદી.
[૩૩૭ પ્રમાણે જાણવા છતાં પણ જો યાવજીવિતના પરિમાણ રહિત પ્રત્યાખ્યાનનો ઉચ્ચાર કરે, તો તે પ્રત્યક્ષ મૃષાવાદી છે. કેમકે તે અન્યથા પ્રકારે કરે છે.
ચિત્તનો વિરતિ-પરિણામરૂપ ભાવ તે પ્રત્યાખ્યાન કહેવાય છે. એવો ભાવ પ્રત્યાખ્યાન કરનારને જીવનપર્યત જ હોય છે કે મરણ પછી પણ હોય છે ? જો મરણ પછી પણ એવો ભાવ રહેતો હોય, તો તેના પ્રત્યાખ્યાનનો ભંગ થશે. કેમકે દેવલોકાદિમાં ભોગો અવશ્ય સેવવાના હોય છે. અને જો જીવનપર્યત એવો ભાવ રહેતો હોય, તો જીવનપર્યતની મર્યાદાવાળું પ્રત્યાખ્યાન શા માટે ન કરવું ? અને મનમાં અન્ય છતાં વચનથી અન્ય શા માટે કહેવું ?
ચિત્તમાં જીવનપર્યતની મર્યાદાવાળા પ્રત્યાખ્યાનના પરિણામ છે, એમ જાણવા છતાં પણ પરિણામરહિત પ્રત્યાખ્યાનનો ઉચ્ચાર કરવો, એ ઉચ્ચારનું ફળ માયા સિવાય બીજું કંઈ નથી. વળી આ સંબંધમાં હું તમને પૂછું છું કે ચિત્તમાં પ્રત્યાખ્યાનના પરિણામ જીવનપર્યતની મર્યાદાવાળા છે, તે છતાં જીવન-પર્વતની મર્યાદાવાળા પ્રત્યાખ્યાનનો ઉચ્ચાર કરવામાં તમે શું કોઈ દોષ જુઓ છો ? કે જેથી સપરિમાણ પ્રત્યાખ્યાન વચનથી પણ નથી કહેતા ? અથવા વચનની મુખ્યતા ભાવ કરતાં વધારે છે? કે જેથી ભાવ અન્ય પ્રકારનો છતાં વચનોચ્ચાર અન્યથા પ્રકારે કરો છો ? આગમમાં તો ભાવને જ પ્રમાણ કહેલ છે, વચનને પ્રમાણ નથી કહ્યું. . ધારો કે કોઈએ ત્રિવિધ આહારાદિનું પ્રત્યાખ્યાન કરવાનો મનમાં નિશ્ચય કર્યો અને પછી “ચતુર્વિધ આહારનો ત્યાગ કરૂં છું” આવા પ્રકારનો પાઠોચ્ચાર કરે, તેમાં તેને મનના ભાવની અનુવૃતિ સિવાય અન્ય પ્રકારના પ્રત્યાખ્યાનના પાઠનો ઉચ્ચાર થવાથી, તે પ્રત્યાખ્યાન કરનારનો મનોગત ભાવ એ જ પ્રમાણભૂત છે, પણ અન્યથા થયેલો શબ્દોચ્ચાર પ્રમાણભૂત નથી. કેમકે એ શબ્દોચ્ચાર ભાવના અનુરોધ સિવાય થયેલ હોવાથી છળમાત્ર છે. એ પ્રમાણે આગમમાં વચનની પ્રમાણિકતા નથી કહી. તેથી “ગાવેષ્ણવાઈ” એવી મર્યાદાથી સપરિમાણ પ્રત્યાખ્યાન કરવું જોઈએ. એમ અંગીકાર કરીને મિથ્યા આગ્રહનો ત્યાગ કરો. ૨૫૪૨ થી ૨૫૪૫. | ઇત્યાદિ અનેક યુક્તિઓથી સમજાવ્યા છતાં તે ગોષ્ઠામાહિલ ન સમજયા, એટલે શ્રીસંઘે તેમને સંઘ-બાહ્ય કર્યા.
इय पण्णविओऽवि न सो जाहे सद्दहइ पूसमित्तेणं । अन्नगणत्थेरेहि य काउं तो संघसमवायं ॥२५४६॥ आहूय देवयं बेइ जाणमाणोऽऽवि पच्चयनिमित्तं । वच्च जिणिंदं पुच्छसु गयाऽऽगया सा परिकहेइ ॥२५४७॥ संघो सम्मावाई गुरुपुरोगोत्ति जिणवरो भणड़। इयरो मिच्छावाई सत्तमओ निण्हवोऽयं ति ॥२५४८॥ एईसं सामत्थं कत्तो गंतुं जिणिंदमूलंमि । बेई कडपूयणाए, संघेण तओ कओ बज्झो ॥२५४९।।
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org