________________
૩૩૨] શરીરની અંદર અને બહાર કર્મોનું સંચરણ માનવામાં દોષો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
સાથે જે સંબંધ છે, તે તો કદી પણ વિયોગ પામતો નથી, પરંતુ જે ભવ્ય જીવોની સાથે કર્મનો સંબંધ છે, તેનો તથાવિધ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપાદિ સામગ્રીના સદ્ભાવે વિયોગ થાય છે. પણ જો તથાવિધ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ સામગ્રીનો અભાવ હોય, તો ભવ્યજીવોને પણ કર્મનો વિયોગ ન થાય.
ગોષ્ઠામાહિલ ઃ- તો પછી તેઓને ભવ્ય કેમ કહી શકાય ?
આચાર્ય મોક્ષપ્રાપ્તિની યોગ્યતામાત્રથી જ ભવ્ય કહેવાય છે. પણ યોગ્યતામાત્રથી જ સર્વ કોઈ અમુક પર્યાયરૂપે થઈ જાય છે એમ ન સમજવું; કારણ કે જેમ પ્રતિમાદિ પર્યાયને યોગ્ય એવા કાષ્ઠ-પાષાણાદિ તથાવિધ સામગ્રીના અભાવે કેટલાક પ્રતિમાદિરૂપે નથી થતાં અને કેટલાક તથાવિધ સામગ્રીના સદ્ભાવે પ્રતિમાદિરૂપે થાય છે, તેમ અહીં ભવ્યોના સંબંધમાં પણ સમજવું.
આ ઉપરથી એ સિદ્ધ થયું કે “જીવ અને કર્મ અન્યોન્ય અવિભાગપણે અવસ્થિત હોવાથી, તેનો વિયોગ નથી થતો.’’ એ કથન અનેકાન્તિક છે. કેમકે ક્ષીર અને નીરનો, કંચન અને ઉપલનો. તથાવિધ ઉપાય કરવાથી વિયોગ થાય છે, તેમ જીવ અને કર્મનો પણ તથાવિધ જ્ઞાન-દર્શનચારિત્રાદિરૂપ ઉપાયથી વિયોગ થાય છે.
--
ગોષ્ઠામાહિલ :- કુદેવાદિને દેવાદિની બુદ્ધિથી વંદનાદિ કરવું, તથા હિંસાદિ ક્રિયાવડે જીવનો કર્મ સાથે સંબંધ થાય છે, પણ દયા-દાન-સમિતિ-ગુપ્તિ આદિ વડે તેનો વિયોગ નથી થતો.
આચાર્ય :- મહાનુભાવ ! ‘કર્મ ગ્રહણ કરવામાં હિંસાદિ ક્રિયાની સફળતા માનો છો અને કર્મનો વિઘાત કરવામાં દયા-દાનાદિ ક્રિયાની સફળતા નથી ઈચ્છતા, એમાં કઈ સમર્થ યુક્તિ છે ? અર્થાત્ પાપસ્થાનકમાં કરેલો પ્રયત્ન કર્મગ્રહણ કરવા રૂપ એક કાર્ય સિદ્ધ કરે છે અને સંયમાદિ સ્થાનમાં કરેલો પ્રયત્ન કર્મની નિર્જરારૂપ કાર્ય સિદ્ધ નથી કરતો,' આવી માન્યતામાં તમારી સ્વચ્છંદવૃત્તિ સિવાય બીજું શું કારણ છે ? વસ્તુતઃ તમારી કર્મ સંબંધી બધી માન્યતા કદાગ્રહવાળી છે. ખરી રીતે તો જેમ તીવ્ર-મંદાદિ અશુભ પરિણામ કર્મ ગ્રહણ કરવામાં હેતુભૂત છે, તેમ તીવ્રમંદાદિ-શુભ પરિણામ કર્મનો વિયોગ કરવામાં પણ હેતુભૂત છે. આ જ માન્યતા યુક્તિસંગત છે અને આ ઉપરથી એ પણ સિદ્ધ થાય છે કે જીવની સાથે કર્મ અવિભાગપણે રહેલ છે; તે છતાં પણ તેનો વિયોગ થાય છે. ૨૫૩૧ થી ૨૫૩૩.
હવે પ્રત્યાખ્યાનના સંબંધમાં વિપ્રતિપત્તિ દૂર કરવાને કહે છે :
किमपरिमाणं सत्तो अणागयद्धा अहापरिच्छेओ ? | जड़ जावदत्थि सत्ती तो नणु सच्चेव परिमाणं || २५३४ ||
सत्ति किरियाणुमेओ कालो सूरकिरियाणुमेओ व्व । नणु अपरिमाणहाणी आसंसा चेव तदवत्था ।। २५३५ ।। અપરિણામ એટલે શું ? શક્તિ હોય ત્યાં સુધી કરવું તે ? અનાગત બધો અહ્વા ? કે અપરિચ્છેદ તે અપરિમાણ ? જો શક્તિ પર્યંત કરવું તે અપરિમાણ હોય, તો તે જ પરિમાણ કરે છે. કેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org