SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦] શરીરની અંદર અને બહાર કર્મોનું સંચરણ માનવામાં દોષો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ૨ ગોષ્ઠામાહિલ - શરીરની બહાર ત્વચાને સ્પર્શીને રહેલું કર્મ શરીરની અંદર વેદનાને ઉત્પન્ન કરે છે, તેથી તે પણ તેના કારણભૂત છે. - આચાર્ય - તમારું એ કથન યુક્તિ-સંગત નથી, કેમકે શરીરના બાહ્યવર્તી ભિન્ન દેશમાં કહેલું કર્મ અન્ય દેશમાં-શરીરની અંદર વેદના કરે છે. એમ માનવામાં આવે, તો અન્ય વ્યક્તિના શરીરે રહેલું કર્મ અન્ય વ્યક્તિને પણ વેદના ઉત્પન્ન કરે. કેમકે દેશાંતરપણું ઉભય શરીરમાં સમાન છે. ૨પરર થી રપર૩. - શરીરની બહાર અને અંદર કર્મ સંચરણશીલ છે, એમ માનવામાં અનેક દોષ થાય છે, તે જણાવે છે : अह तं संचरइ मई न बहिं तो कंचुगो ब्व निच्चत्थं । जं च जुगवंपि वियणा सव्वम्मिवि दीसए देहे ॥२५२८॥ न भवंतरमन्नेइ य सरीरसंचारओ तदनिलो ब्व । चलियं निजरियं चिय भणियमकम्मं च जं समए ॥२५२९।। अन्तोऽवि अत्थि कम्मं वियणासब्भावओ तयाए ब । मिच्छत्ताईपच्चयसब्भावाओ य सब्बत्थ ॥२५३०॥ એક જ શરીરની અંદર અને બહાર કર્મ સંચરે છે. એમ કહેવામાં આવે, તો શરીરની બહાર કંચુકની જેમ નિત્યકર્મ રહે છે, એમ નહીં કહી શકાય. (તથા કર્મ સંચરણશીલ માનવાથી અનુક્રમે વેદના થાય.) પણ એમ ન થતાં એકીસાથે સર્વ શરીરમાં વેદના થતી જણાય છે. વળી કર્મને શરીરાંતઃસંચારી માનવાથી વાયુની જેમ તે ભવાંતરમાં સાથે નહિ જાય તથા આગમમાં જે કર્મ ચલિત હોય છે, તે નિર્જરીત એટલે અકર્મ છે, એમ કહ્યું છે. ૨૫૨૮-રપર૯-૨૫૩૦. ગોષ્ઠામાહિલ-દેવદત્તાદિ એક જ વ્યક્તિના શરીરની બહાર રહેલું કર્મ શરીરની અંદર અને બહાર સંચરે છે, તેથી તે શરીરની અંદર અને બહાર વેદના કરે છે; પણ અન્ય વ્યક્તિના શરીરગત કર્મ અન્ય વ્યક્તિમાં સંચરતું નથી, એટલે તમે કહો છો તે દોષ આવતો નથી. આચાર્ય - જો એમ હોય તો જીવની બહાર જ સંર્પકચુકવત્ કર્મ નિત્ય રહે છે, એમ જે તમારી માન્યતા છે કે નહીં રહે. કેમકે ઉપરોક્ત કથનથી કોઈક વખત કર્મ અંદર અને કોઈક વખત બહાર સંચરતું હોવાથી “કંચુકવત્ કર્મ બહાર જ રહે છે.” એ નિયમ નહિ ઘટે. વળી કર્મને સંચરણશીલ માનવાથી વેદના પણ અનુક્રમે થવી જોઈએ, પરંતુ એમ થતું નથી; દંડાદિનો પ્રહાર થતાં શરીરની અંદર અને બહાર, એમ એકીસાથે વેદના થાય છે. માટે કર્મને બહાર રહેવાનું જે સંચરણશીલ માનવું તે યોગ્ય નથી. વળી જો કર્મને સંચરણશીલ માનીએ, તો મૃતપ્રાણીની સાથે ભવાંતરમાં કર્મ ન જાય કેમકે જે શરીરની અંદર અને બહાર સંચરણશીલ છે, તે ઉશ્વાસનિઃશ્વાસની જેમ ભવાંતરમાં સાથે નથી જતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy