________________
૩૨૮] જીવ અને કર્મનો સર્પ-કંચુક જેવો સંબંધ માનવામાં દોષ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
विंझपरिपुच्छियगुरूवएसकहियंपि न पडिवन्नो सो ।
जाहे ताहे गुरुणा सयमुत्तो पूसमित्तेणं ॥२५२१॥ “(મિ ભંતે ! સામાાં સર્વ સાવM ગો વૂિવદ્યામ”)“સાધુઓએ થાવજીવ પર્યન્ત ત્રિવિધ ત્રિવિધ ઇત્યાદિ પ્રત્યાખ્યાન કરવું,” ઇત્યાદિ નવમા પૂર્વગત વ્યાખ્યાન વિધ્યમુનિ પાસેથી સાંભળીને ગોષ્ઠામાહિલે કહ્યું કે-સર્વ પ્રત્યાખ્યાન અવધિમર્યાદારહિત કર્યું હોય તો જ કલ્યાણકારી થાય. જેઓ યાવજીવિતાદિ મર્યાદાથી પ્રત્યાખ્યાન કરે છે, તે પ્રત્યાખ્યાન આશંસા દોષ વડે દૂષિત થાય છે. પ્રત્યાખ્યાન પૂર્ણ થયે “દેવાંગનાઓના ભોગાદિ હું સેવીશ.” એવા પરિણામરૂપ આશંસા વડે પ્રત્યાખ્યાન દૂષિત થાય છે. શ્રુતમાં પણ કહ્યું છે કે સાદી-સં –નાપા જ વિશેડમાસા જેવા ૩પતિ-વિસાણી-માવિસણી મળે છઠ્ઠા પરિણામની અશુદ્ધિથી પ્રત્યાખ્યાન પણ અશુદ્ધ
શુદ્ધ-દૂષિત થાય છે.(રાગદ્વેષના પરિણામથી જે દૂષિત ન હોય, તે જ પ્રત્યાખ્યાન ભાવ-વિશુદ્ધ જાણવું.)આ પ્રમાણે વિપ્રતિપત્તિ પામેલ ગોષ્ઠામાહિલે કહ્યું. એટલે વિધ્યમુનિએ ગુરૂને પૂછીને તેનો ઉત્તર કહ્યો, તો પણ જ્યારે તેણે તે માન્યું નહિ,ત્યારે આચાર્ય પુષ્પમિત્રે સ્વયં તેની પાસે આવીને કહ્યું. ૨૫૧૮ થી ૨૫૨૧. જીવ-કર્મનો સંબંધ સર્પ-કંચુકવતું માનવાથી અનેક દોષો પ્રાપ્ત થાય તે જણાવે છે.
किं कंचुओ ब्ब कम्मं पइप्पएसमह जीवपज्जते । पइदेसं सब्बगयं तदंतरालाणवत्थाओ ॥२५२२॥ अह जीवबहिं तो नाणुवत्तए तं भवन्तरालम्मि । तंदणुगमाभावाओ बज्झंगमलो ब्व सुव्वत्तं ॥२५२३॥ एवं सव्वविमुक्खो निक्कारणउ ब्ब सव्वसंसारो । भवमुक्काणं च पुणो संसरणमओ अणासासो ॥२५२४॥ देहन्तो जा वियणा कम्माभावम्मि किंनिमित्ता सा ? । निक्कारणा वा जड़ तो सिद्धोऽवि न वेयणारहिओ ॥२५२५।। जइ बज्झनिमित्ता सा तदभावे सा न हुज्ज तो अन्तो । दिट्ठा य सा सुबहुसो बाहिं निब्बेयणरसावि ॥२५२६॥ जइ वा विभिण्णदेसंपि वेयणं कुणइ कम्ममेवं तो ।
कहमण्णसरीरगयं न वेयण कुणइ अण्णस्स ? ॥२५२७॥ સર્પકંચુકવ જીવ સાથે કર્મનો સંબંધ છે,’ એમ માનતો હોય તો કર્મ જીવના દરેક પ્રદેશ સ્પર્શીને રહેલ છે કે જીવના પર્યને સ્પર્શીને રહેલ છે? જો દરેક પ્રદેશ સ્પર્શીને રહેલ હોય તો જીવના મધ્યગત પ્રદેશો પણ કર્મથી વ્યાપ્ત હોવાને લીધે જીવમાં કર્મ સવંગત થશે, અને જો જીવનો બાહ્યનો ભાગ ત્વચાને સ્પર્શીને રહેલ હોય, તો બાહ્ય અંગના મેલની જેમ અનુગામના અભાવે ભવન્તરાલમાં કર્મ તેની સાથે નહિ જાય, એ સ્પષ્ટ છે. એમ થવાથી સર્વનો મોક્ષ થશે, અથવા કારણ સિવાય સર્વને સંસાર પ્રાપ્ત થશે અને ભવથી મુકાયેલા સિદ્ધાત્માઓને પણ પુનઃસંસરણ થવાથી મોક્ષમાં અવિશ્વાસ થશે. વળી જો(જીવની અંતર્ગત)કર્મ ન હોય તો શરીરની અંદર જે વેદના થાય છે તે વેદના ક્યા નિમિત્તે થાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org