SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ગોષ્ઠામાહિલનું વિંધ્યમુનિ પાસે શ્રવણ. મત્સરનો અધ્યવસાય નીચે મુજબ કર્યો : ૩૨૬] [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ, ૨ वसु वसहीए टिओ छिन्नेसणपरो य स कयाए । विंझरस सुणइ पासेऽणुभासमाणस्स वक्खाणं ।। २५१२ ।। कम्मप्पवायव्वे बंद्ध पुठ्ठे निकाइयं कम्मं । जीवसेहिं समं सूईकलावोवमाणाओ ।। २५१३॥ Jain Education International उव्वट्टणमुक्केरो संथोभो खवणमणुभवो वावि । अणिकाइयम्म कम्मे निकाइए पायमणुभवणं ॥२५१४॥ सो उं भणइ सदोसं वक्खाणमिणं ति पावड़ जओ भे । मोक्खाभावो जीवप्पएसकम्माविभागाओ ।। २५१५।। છિદ્ર જોવામાં તત્પર એવો ગોષ્ઠામાહિલ જુદા ઉપાશ્રયમાં આવીને રહ્યો, અને સાંભળીને વ્યાખ્યા કરતા વિન્ધ્યની પાસે તે વ્યાખ્યન સાંભળવા લાગ્યો. સોયના સમૂહના ઉદાહરણની જેમ બદ્ધ-સ્પષ્ટ અને નિકાચિત કર્મ જીવના પ્રદેશની સાથે જ હોય છે, અનિકાચિત કર્મમાં ઉદ્ધર્તના અપવર્તના-સંક્રમ-ક્ષપણા અને વિપાકાનુભવ થાય છે, અને નિકાચિતકર્મમાં તો પ્રાયઃ વિપાકાનુભવ જ થાય છે. ઇત્યાદિ કર્મપ્રવાદપૂર્વનું વ્યાખ્યાન સાંભળીને ગોષ્ઠામાહિલે કહ્યું કે એવ્યાખ્યાન દોષવાળું છે, કેમકે એ પ્રમાણે જીવપ્રદેશ અને કર્મનો વિભાગ ન થવાથી તમારે મોક્ષનો અભાવ પ્રાપ્ત થશે. ૨૫૧૨ થી ૨૫૧૫. વિવેચન :- પૂર્વે કહ્યા મુજબ દુર્બલિકાપુષ્પમિત્રને આચાર્યપદ ઉપર સ્થાપિત થયેલા જાણીને ગોષ્ઠામાહિલ મત્સરભાવે તેમની સાથે ન રહેતાં જુદા ઉપાશ્રયમાં રહ્યો. તે દરમ્યાન આચાર્ય શ્રીપુષ્પમિત્ર સાધુ સમુદાયને આઠમા કર્મપ્રવાદપૂર્વ અને નવમા પ્રત્યાખ્યાન પૂર્વની વાચના આપતા હતા. અભિમાનથી અંધ થયેલ ગોષ્ઠામાહિલ વાચના લેવા આચાર્ય પાસે જતા નહિ, પરંતુ વાચના લઇને આવેલા બીજા વિન્ધ્ય નામના મુનિ પાસે તે જ વ્યાખ્યાન સાંભળતા, એક દિવસે કર્મપ્રવાદ પૂર્વની વાચના સાંભળીને વિષ્યમુનિ ગોષ્ઠામાહિલને તે જ વાચના કહેવા લાગ્યા કે-કષાયરહિત ઇર્યાપથહેતુક જે કર્મ હોય છે, તે જીવપ્રદેશોની સાથે બદ્ધ માત્ર હોય છે, અને તે સૂકી ભીંત ઉપર પડેલી ચૂર્ણની મુઠીની જેમ પ્રથમ સમયે બંધાઇને બીજા સમયે જ ભોગમાં આવી અલ્પ કાલાન્તરની સ્થિતિ પામીને તરત જ જીવપ્રદેશથી છૂટી જાય છે. કેટલાક કર્મ બદ્ધ-સ્પષ્ટ હોય છે, બદ્ધ એટલે જીવપ્રદેશની સાથે જેનો સંયોગ માત્ર થયો હોય તે અને સ્પષ્ટ એટલે જીવપ્રદેશની સાથે તદ્રુપ થઇ ગયેલ હોય તે. એવા બદ્ધ-સ્પષ્ટકર્મ ભીની ભીંત પર પડેલી ભીની રજની જેમ કંઇક વધારે કાલાન્તરે છૂટે છે. વળી કેટલાક કર્મ બદ્ધ-સ્પષ્ટ-નિકાચિત હોય છે, એટલે કે ઉપર કહેલ સ્વરૂપવાળું બદ્ધ-સ્પષ્ટકર્મ ગાઢ અધ્યવસાયથી બાંધીને અપવર્તનાદિ કરણને અયોગ્ય કર્યું હોય, તે નિકાચિત કહેવાય છે. આવું કર્મ કાલાન્તરે પણ વિપાકથી અનુભવ્યા સિવાય ઘણું કરીને દૂર નથી થતું. આ ત્રિવિધ કર્મનો બંધ સોયના સમૂહના ઉદાહરણથી વધારે સ્પષ્ટ સમજી શકાશે. માત્ર દોરીવડે વીંટાઇને એકત્રિત થયેલ સોયના સમૂહની જેમ કર્મ હોય છે. લોઢાના પટ્ટાથી સખત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy