________________
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
(રૂરૂ૭) ચોસ સોનસ વાસા ચોદ્દા-વીસુત્તરા ય ટોનિ સયા ! અઠ્ઠાવીસા ય ધ્રુવે પંચેવ સા ય ચોસાલા IIરરૂ૦૪||૯૮૨ (રૂ૮) પંચ સા પુલસીગો છષ્યેવ સયા નવુત્તરા કુંતિ ।
नाप्पत्ती दुवे उप्पन्ना निव्वु सेसा || २३०५।।७८३।।
૨૭૦] નિહ્નવોની ઉત્પત્તિ, ઉત્પત્તિ સ્થાન વિગેરે.
ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ચૌદ વર્ષે શ્રાવસ્તી નગરીમાં જમાલિ આચાર્યથી બહુરત નિર્ભવ થયા ૧. ભગવાનને જ્ઞાનોપ્તત્તિ પછી સોળ વર્ષે ઋષભપુરનગરમાં તિષ્યગુપ્તાચાર્યથી છેલ્લા પ્રદેશમાં જીવત્વ માનનાર નિર્ભવ થયા ૨. ભગવંતના નિર્વાણ કાળ પછી બસો ને ચૌદ વર્ષે શ્વેતવિકાનગરીમાં આષાઢાચાર્યથી અવ્યક્તવાદી નિર્ભવ થયા ૩. ભગવાનના
નિર્વાણ પછી બસો ને વીસ વર્ષે મિથિલાનગરીમાં અશ્વમિત્રાચાર્યથી સામુચ્છેદિક નિર્ભવ થયા છે ૪. બસો અઠ્ઠાવીસ વર્ષે ઉલ્લુકાતીર નગરમાં ગંગાચાર્યથી દ્વિક્રિય નિહ્રવ થયા ૫. પાંચસો ને ચુમાલીસ વર્ષે અંતરંજીકા નગરીમાં ષડુલુકાચાર્યથી ત્રિરાશિક નિહ્નવ થયા ૬. પાંચસો ને ચોરાશી વર્ષે દશપુર નગરમાં સ્પષ્ટ કર્મ પ્રરૂપનાર સ્થવિર ગોષ્ઠામાહિલથી અબદ્ધિક થયા ૭, અને આઠમા બોટિક (દિગંબર) નિહ્નવ રથવીરપુર નગરમાં ભગવંતના નિર્વાણ પછી છસો ને નવ વર્ષે થયા. એવી રીતે ભગવાનને કેલળજ્ઞાન ઉત્પન્ન થયા પછી બે અને નિર્વાણ પછી છ એમ આઠ નિહ્નવ થયા. ૨૩૦૧ થી ૨૩૦૫.
હવે પહેલા બહુરત નિહ્રવનું દર્શન કયાં અને કેવી રીતે ઉત્પન્ન થયું તે કહે છે. (३३९) चोस वासाणि तया जिणेण उप्पाडियस्स नाणरस । तो बहुरयाण दिट्टी सावत्थीए समुप्पन्ना ||२३०६ ॥
(રૂ૪૦) નિટ્ટા સુવંસળ નમાલિળોજ્ઞ સાવસ્થિતિનુમુખાળે । पंच सयाय सहस्सं ढंकेण जमालि मोत्तूणं ॥ २३०७ ॥ શ્રીમાન્ મહાવીરદેવને કેવળજ્ઞાન થયા પછી ચૌદ વર્ષે શ્રાવસ્તી નગરીમાં બહુરત નિહ્નવોનું દર્શન ઉત્પન્ન થયું. જ્યેષ્ઠા અથવા અનવઘાંગી જે જમાલિની ભાર્યા તેનાથી સહિત જમાલિ શ્રાવસ્તી નગરીમાં તિન્દ્વક ઉદ્યાનમાં નિહ્નવર્દષ્ટિ થયો. ત્યાં જમાલિ સિવાય, પાંચસો સાધુ બોધ પામ્યા અને એક હજાર સાધ્વીઓને કુંભકાર ટૂંક શ્રાવકે પ્રતિબોધ પમાડી. ૨૩૦૬-૨૩૦૭.
આ ભરતક્ષેત્રના કુંડપુર નગરનો રાજકુમાર ભગવંત મહાવીરનો ભાણેજ જમાલિ હતો. તેની સાથે ભગવંતે પોતાની પુત્રી સુદર્શનાને પરણાવી હતી. (જ્યેષ્ઠા અને અનવઘાંગી એવા બીજાં પણ બે નામ તેનાં હતાં.) એક વખતે ભગવંતના ઉપદેશથી રાજકુમાર જમાલિએ પાંચસો પુરુષો સહિત ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી. તે વખતે ભગવંતની પુત્રી સુદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓના પરિવાર યુક્ત તેની પાછળ દીક્ષા લીધી. તે પછી અગીઆર અંગ ભણ્યા. બાદ જમાલિએ અન્યત્ર વિહાર કરવા માટે ભગવંત પાસે આજ્ઞા માગી. ભવિષ્ય જાણીને ભગવંતે કંઇ પણ ઉત્તર ન આપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org