________________
૨૬] ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અનુમાનગણ્ય પણ નથી કેમકે સર્વે અનુમાનો પૂર્વે પ્રત્યક્ષથી ઉપલબ્ધ લિંગ અને લિંગીના સંબંધના સ્મરણથી થાય છે. જીવની સાથે કોઈપણ તેવા લિંગના સંબંધનું દર્શન પૂર્વે થયું નથી; કે જેથી પુનઃ તેનું લિંગ જોવાથી અને તે સંબંધના સ્મરણથી જીવમાં સંપ્રત્યય-પ્રતીતિ થાય. તથા આગમગમ્ય પણ આત્મા નથી, કારણ કે આગમ અનુમાનપ્રમાણથી ભિન્ન નથી, વળી કોઈને જીવ પ્રત્યક્ષ જણાયો નથી, કે જેથી તેનું વચન આગમરૂપ મનાય. અને જે આગમો છે, તે પરસ્પર વિરૂદ્ધ છે, તેથી પણ આત્મામાં સંશય યુક્ત છે, માટે આત્મા સર્વપ્રમાણના વિષય રહિત છે, એમ તારું માનવું છે. ૧૫૪૯ થી ૧૫૫૩.
હે આયુષ્યમાન્ ઇન્દ્રભૂતિ ગૌતમ ! તને જીવને સાધનાર આગમ પ્રમાણનો સદ્ભાવ અને પ્રત્યક્ષાદિનો અભાવ એમ બન્ને પ્રકારના હેતુથી આત્મા સંબંધી આવો સંદેહ છે કે “આત્મા છે, કે નથી?” હવે તેમાં નાસ્તિપણાના હેતુઓ કહે છે પ્રત્યક્ષપણાથી અત્યન્ત ન જણાતો હોવાથી આત્મા નથી. લોકમાં જે અત્યન્ત અપ્રત્યક્ષ છે, તે આકાશપુષ્પની પેઠે નથી જ; અને જે પદાર્થ વિદ્યમાન હોય છે, તે ઘટ-પટ આદિની જેમ પ્રત્યક્ષ જણાય છે, જો કે અણુઓ અપ્રત્યક્ષ છે, પરન્તુ ઘટાદિ કાર્યપણે પરિણામ પામેલા તે પ્રત્યક્ષપણાને પામે છે, તેથી તે અણુઓ છે-એમ મનાય છે, તેવી રીતે આત્મા કદિપણ પ્રત્યક્ષ થતો નથી, માટે આત્માનો અત્યન્ત અભાવ છે.
વળી આત્મા અનુમાન પ્રમાણથી પણ ગમ્ય નથી, કારણ કે અનુમાન પ્રત્યક્ષ પૂર્વક પ્રવર્તે છે. જે વડે અતીન્દ્રિય અર્થ જણાય તે લિંગ, અથવા તિરોહિત (અદશ્ય) અર્થને જે જણાવે તે લિંગ, ધૂમ-કૃતકત્વ વિગેરે લિંગ જાણવાં, અને એ લિંગ જેને જણાવનાર હોય તે અગ્નિ-અનિત્યત્વ આદિ લિંગી જાણવા. એ લિંગ અને લિંગીનો પ્રથમ પાકશાળા આદિમાં અન્વય-વ્યતિરેકથી વ્યાતિભાવ પ્રત્યક્ષથી જાણીને, પછી કોઈ વખત અટવી અથવા પર્વતની નજીકમાં આકાશ પર્યા ગયેલી ધૂમ લેખા જોઇને પૂર્વે ગ્રહણ કરેલ સંબંધનું સ્મરણ થાય, જેમકે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિ હોય, એમ મેં પૂર્વે પાકશાલા આદિમાં જોએલ છે, તેમ અહીં પણ ધૂમ જણાય છે, માટે અહીં અગ્નિ હોવો જોઇએ. આ પ્રમાણે લિંગ ગ્રહણ અને સંબંધનું સ્મરણ - એ ઉભયથી પ્રમાતા અગ્નિરૂપ લિંગીને જાણે છે. એ પ્રમાણે અહીં આત્મારૂપ લિંગીની સાથે કોઈપણ તેવા લિંગનો પ્રત્યક્ષથી સંબંધ સિદ્ધ છે નહિં, કે જેથી તે સંબંધનું સ્મરણ કરવાથી અને તેનું લિંગ જોવાથી આત્મા સંબંધી પ્રત્યય (પ્રતીતિ) થાય; જો આત્મા અને તેના લિંગનો પ્રત્યક્ષથી સંબંધ સિદ્ધ થાય, તો આત્મા પણ પ્રત્યક્ષથી સિદ્ધ થાય જ, અને તેથી અનુમાન કરવું નિરર્થક થાય, કેમકે પ્રત્યક્ષથી જ આત્માની સિદ્ધિ થઇ જાય. દેવદત્તની પેઠે સૂર્યને દેશાત્તરની પ્રાપ્તિ થાય છે, તેથી તે ગતિમાન છે. આવા સામાન્યતોદષ્ટ નામના અનુમાનથી સૂર્ય આદિની ગતિની પેઠે જીવની સિદ્ધિ થશે, એમ પણ ન કહેવું. કારણ કે દષ્ટાંતના ધર્મી દેવદત્તમાં સામાન્યથી ગતિપૂર્વક દેશાત્તર પ્રાપ્તિ પ્રત્યક્ષપણે નક્કી કરીને, પ્રમાતા સૂર્યમાં પણ ગતિ સિદ્ધ કરે છે, તેથી તે યોગ્ય છે, પરંતુ અહીં જીવની વિદ્યમાનતાની બાબતમાં કોઇ પણ દૃષ્ટાંતમાં જીવની વિદ્યમાનતા વિના નહિ રહેનારો કોઇ પણ હેતુ પ્રત્યક્ષથી જણાતો નથી, એટલે સામાન્યતોદષ્ટ અનુમાનથી પણ જીવની સિદ્ધિ થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org