SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬] સમભિરૂઢની માન્યતામાં દૂષણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ શબ્દના ભેદથી ઘટ-કુટ-કુંભ આદિ પર્યાય શબ્દોનો જો અર્થ ભેદ માન્ય હોય, તો પછી ઘટ શબ્દથી વાચ્ય એવા અર્થને ચેષ્ટારહિત છતાં પણ ઘટ રૂપે કેમ માની શકાય ? ન જ માની શકાય. વળી જો વસ્તુ સંક્રમ ઈષ્ટ ન હોય, તો પછી ચેષ્ટાવાન્ છતાં પણ ભાવ-ઘટની નિશ્ચેષ્ટતા વડે શું ? ચેષ્ટારહિત દ્રવ્યઘટમાં ઘટ શબ્દની પ્રવૃત્તિથી સંક્રાન્તિ થાય છે અને તે યોગ્ય નથી; અને જો ચેષ્ઠાવાન છતાં પણ નિશ્ચેષ્ટ અર્થમાં સંક્રાન્તિ માનવામાં આવે તો સ્વપક્ષની હાનિ થશે. તથા આ જ પ્રમાણે જીવે તે જીવ, એ શબ્દાર્થવશાત્ દશવિધ પ્રાણોને ધારણ કરે તે જીવ-એમ આ નયની માન્યતા છે. આવું પ્રાણધારણ રૂપ જીવન નારકાદિ સંસારી જીવોને જ છે, આથી સિદ્ધના જીવોનો આ નય જીવ-આયુષ્યમાન-પ્રાણી ઈત્યાદિ શબ્દોથી બોલાવતો નથી, પણ સત્તાના યોગથી સત્ત્વ, જ્ઞાન-દર્શન-સુખ આદિ પર્યાયોને પામતો હોવાથી આત્મા, ઈત્યાદિ શબ્દો વડે બોલાવે છે. ૨૨૫૪-૨૨૫૫-૨૨૫૬. દેશ અને દેશીની એકતા માનવામાં દૂષણ આપે છે. जइ देसि च्चिय देसो पत्ता पज्जायवयणपडिलत्ती । पुणरुत्तमाणत्थं वत्थुसंकमो वा ण चेट्टं ते ।। २२५७।। अह भिण्णो तरस तओ न होइ न य वत्थुसंकमभयाओ । देसी चेव य देसो न वा पएसी पएसोत्ति ।। २२५८ ।। नोसोऽवि समत्तं सं व भणेज्ज जइ समत्तं तो । तरस पओगोऽणत्थो अह देसो तो न सो वत्युं ||२२५९ ।। જો દેશી તે જ દેશ હોય, તો તેને પર્યાયવચનની પ્રાપ્તિ થશે, અને તેથી પુનરુક્તિ, આનર્થ્ય તથા વસ્તુનો સંક્રમ થશે, તે સંક્રમ (સમભિરૂઢ નયને) ઈષ્ટ નથી. અને જો દેશીથી દેશ ભિન્ન માનવામાં આવે, તો તે દેશ તેનો નહિ થાય, વસ્તુ સંક્રમના ભયથી દેશી તે જ દેશ છે એમ પણ નહિ કહેવાય, એ જ પ્રમાણે પ્રદેશી તે જ પ્રદેશ એમ પણ નહિ કહેવાય. (દેશનું પ્રતિપાદન કરવા માટે નોશબ્દનો પ્રયોગ કરવામાં આવે તો તે) નોશબ્દ પણ સમસ્ત દેશીનું પ્રતિપાદન કરે છે, કે તે દેશનું જ પ્રતિપાદન કરે છે ? જો સમસ્ત દેશીનું (સંપૂર્ણ વસ્તુનું) પ્રતિપાદન કરતો હોય, તો તેનો પ્રયોગ નકામો છે, અને દેશનું પ્રતિપાદન કરતો હોય તે વસ્તુ જ નથી. ૨૨૫૭ થી ૨૨૫૯. દેશ અને દેશીની એકતા માનનાર સમભિરૂઢનય દેશી એ જ દેશ છે, એમ જે કહે છે, તે પણ અયોગ્ય છે. કારણ કે જો દેશી તે જ દેશ હોય, તો જેમ વૃક્ષ-પાદપ ઈત્યાદિ શબ્દો પર્યાયવચનરૂપ છે, તેમ દેશ અને દેશી એ બન્ને શબ્દ પણ પર્યાય વચન જ થાય. આથી જેમ વૃક્ષ-પાદપ ઈત્યાદિ એક અર્થવાળા શબ્દોનો પ્રયોગ કરતાં પુનરુક્તિ થાય છે, તેમ દેશી-દેશ શબ્દનો પ્રયોગ કરતાં પણ થાય વળી એક શબ્દ વડે બીજા શબ્દના અર્થનું પ્રતિપાદન થતું હોવાથી, બીજા શબ્દનો પ્રયોગ નિરર્થક થાય. તેમજ ઉપરોક્ત માન્યતાથી દેશીને, દેશમાં અને દેશનો દેશીમાં અન્તર્ભાવ થતો હોવાથી વસ્તુ-સંક્રમ પણ થાય, અને એવો વસ્તુસંક્રમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy