SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) કારણના અનેક ભેદો. [૨૧૧ (२८९) समवाइ असमवाई छब्बिह कत्ता य करण कम्मं च । तत्तो य संपयाणावयाण तह संनिहाणे य ॥२०९९॥७३८॥ કારણમાં ચાર પ્રકારનો નિક્ષેપ છે. તેમાં તદ્રવ્યકારણ અને અન્યદ્રવ્ય કારણ એ બે ભેદ દ્રવ્યકારણના છે. અથવા નિમિત્તકારણ અને નૈમિત્તિક કારણ તેમજ સમવાયી કારણ અને અસમવાયી કારણ એવા પણ બે બે ભેદ છે. તથા કર્તા-કરણ-કર્મ-સંપ્રદાન-અપાદાન-અને સંનિધાન (આધાર) એ છ પ્રકારે પણ દ્રવ્ય કારણ છે. ૨૦૯૯. જે કાર્ય કરે તે કારણ. (પણ જેથી કાર્ય થાય છે કારણ છે એમ અહીં ન સમજવું.) તે કારણમાં નામ-સ્થાપના-દ્રવ્ય-અને ભાવ એમ ચાર પ્રકારે નિક્ષેપ થાય છે. એમાંના નામ અને સ્થાપના એ કારણ સુખે સમજી શકાય એમ છે, તેથી તેનો વિસ્તાર કરવાનું કંઈ પ્રયોજન નથી; પરંતુ દ્રવ્યકારણનો જ્ઞશરીર, ભવ્ય શરીર અને વ્યતિરિક્ત એવા ભેદો છે; તેમાં વ્યતિરિક્તદ્રવ્ય કારણના બે ભેદ છે. એક તદ્દવ્યકારણ અને બીજું અન્યદ્રવ્યકારણ. જે જન્ય એવા પટાદિ કાર્યના સજાતીયપણા વડે સંબંધવાળું તંતુ આદિ દ્રવ્ય, તે પટાદિ કાર્યનું તદ્દવ્યકારણ કહેવાય. અને એથી વિપરીત એટલે એ જન્ય કાર્યથી વિજાતીય દ્રવ્ય વેમ (પટ બનાવવાનું સાધન) વગેરે છે તે તે કાર્યનું અન્યદ્રવ્યકારણ કહેવાય. અથવા બીજી રીતે પણ વ્યતિરિક્ત કારણના બે ભેદ છે. એક નિમિત્તકારણ બીજાં નૈમિત્તિકકારણ. તેમાં જે સામીપ્ય-ભાવે કાર્ય સ્વરૂપને ઉત્પન્ન કરનાર તે નિમિત્ત કારણ. જેમ તંતુઓ સામીપ્યભાવે પટરૂપ કાર્યને ઉત્પન્ન કરે છે, તેથી તે નિમિત્ત કારણ કહેવાય; કેમકે તેના સિવાય પટની ઉત્પત્તિ ન થાય. વળી જેમ તંતુ સિવાય પટ થતો નથી તેમ પટગત આતાનવિતાનાદિ ચેષ્ટા વિના પણ પટ થતો નથી, તેથી એ ચણાનું કારણ જે વેમાદિ, તે નિમિત્તકારણનું પણ કારણ હોવાથી તેને નૈમિત્તિક કારણ કહેવાય. અથવા સમવાય કારણ અને અસમાયિ કારણ એવા પણ બે ભેદ વ્યતિરિક્ત કારણના છે. સમવાય એટલે સંશ્લેષ-એકીભાવ જેનો હોય તે સમવાયિ, જેમકે પટ કાર્યમાં તંતુઓ, કારણ કે એની અંદર પટ સંશ્લેષપણે-એકીભાવે રહેલ છે, આથી કરીને એ તંતુઓ સમવાય કારણ કહેવાય. તથા તંતુનો સંયોગ, તે કારણરૂપ દ્રવ્યનો બીજો ધર્મ છે અને પટકાર્યરૂપ દ્રવ્યાન્તરથી દૂરવર્તિ છે, તેથી તે અસમવાય કારણ કહેવાય. અહીં વ્યતિરિક્ત કારણના નિમિત્ત નૈમિત્તિક આદિ ત્રિવિધ વિકલ્પોમાં જે પ્રકાર જણાવ્યા છે, તેઓના અર્થમાં કંઈ તફાવત નથી, છતાં તે દરેકના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે, તે માત્ર તંત્રાતરવાળાએ માનેલ જુદી જુદી સંજ્ઞાઓ-નામો જણાવવા માટે જ છે. અથવા વ્યતિરિક્ત કારણના બીજા છ ભેદ છે. ૧ ઘટરૂપ કાર્યનો કર્તા કુંભાર-કેમકે તે કર્તાનો તે કાર્યમાં સ્વતંત્ર વ્યાપાર છે. ૨. જે કરાય તે ઘટાદિરૂપ કર્મ, એ પણ ઘટરૂપ-કાર્યનું કારણ છે; અહીં કોઈ શંકા કરે કે ઘટાદિ કાર્ય તે જ પોતાનું કારણ કેમ થાય ? તેને ઉત્તર આપે છે તે કુંભકારાદિ કારણથી કરાયેલી ક્રિયાનો વિષય હોવાથી ઉપચારથી તેને કારણ કહેવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy