________________
ભાષાંતર] પુરુષલક્ષણ દ્વાર.
[૨૦૯ અનુભવતા તથા જીવાજીવાદિ પદાર્થનું વર્ણન કરતી વખતે ભગવંતે સામાયિક ઉપદેશ્ય છે. આ પ્રમાણે પરંપરાએ સામાયિક નિર્ગમમાં બધા કાળ ઘટે છે, પરંતુ મુખ્યતા એ પ્રમાણકાળ અને ભાવકાળ ઘટે છે, તેથી બેનો જ અધિકાર અહીં (પ્રસ્તુતમાં) કહ્યો છે.
શિષ્ય :- કાળનિર્ગમ કહેતાં, તેના ભેદપૂર્વક કાળનું સ્વરૂપ નિર્યુક્તિકાર અને ભાષ્યકારે વિસ્તારથી કહ્યું, પણ ક્ષેત્રનિર્ગમનું સ્વરૂપ ન કહ્યું, તેનું શું કારણ?
ગુરુ:- ક્ષેત્રનિર્ગમનું સ્વરૂપ સુગમ હોવાથી નિયુક્તિકારે કહ્યું નથી, પણ ભાષ્યકાર મહારાજે કિંચિત્ માત્ર કહ્યું છે. તે આ પ્રમાણે છે. જેમાં જીવાદિ પદાર્થો રહે તે ક્ષેત્ર કહેવાય છે. તેવું ક્ષેત્ર આકાશ છે, તેમ સર્વજ્ઞો કહે છે. કેમકે આકાશમાં જ સર્વ જીવાદિ-દ્રવ્યોનું અવસ્થાન છે. વસ્તુતઃ આકાશ જુદા જુદા પર્યાય પામતું હોવાથી દ્રવ્ય જ છે, કેવળ નિવાસરૂપ પર્યાયની અપેક્ષાએ જ તેને ક્ષેત્ર કહેવાય છે. એવું ક્ષેત્ર જુદી જુદી ઉપાધિના ભેદથી અનેક પ્રકારે છે, તેથી મહાસેનવનરૂપ ક્ષેત્ર જ ગ્રહણ કર્યું છે, કેમ કે ત્યાં જ પ્રથમ સામાયિક ઉપદેશાયું છે, અને તે પછી ગુણશીલાદિ બીજા ઉદ્યાનોમાં તે પરંપરાએ ઉપદેશાયું છે. ૨૦૦૪-૨૦૦૯.
અહીં સુધી છએ પ્રકારનો નિર્ગમ કહ્યો, એ કહેવાથી “સે નિદે” ઇત્યાદિ ઉપોદ્યાત નિર્યુક્તિની ૯૭૩ મી ગાથામાં કહેલું ત્રીજું નિર્ગમવાર પૂર્ણ થયું, ચોથું ક્ષેત્રદ્વાર અને પાંચમું કાળદ્વાર એ બે સામાયિક નિર્ગમના અંગરૂપ જ છે. તેથી નિર્ગમાન્તર્ગત ક્ષેત્ર અને કાળનું સ્વરૂપ કહેવાથી તે બન્ને દ્વાર પણ કહેવાઈ ગયા.
હવે ઉપોઘાતનું છઠ્ઠ પુરુષલક્ષણ દ્વાર કહે છે. (૨૮૭) વ્યા-ડમિનીવ-વિશે વેv ઘમ્પ-સ્થમા-માવે ચ |
भावपुरिसो उ जीवो भावे पगयं तु भावेणं ॥२०९०।७३६।। દ્રવ્યપુરુષ, અભિલાપપુરુષ, ચિન્હપુરુષ, વેદપુરુષ, ધર્મપુરુષ, અર્થપુરુષ, ભોગપુરુષ અને ભાવપુરુષ, એ પુરુષના ભેદો જાણવા, તેમાં ભાવપુરુષ તે શુદ્ધ જીવ જાણવો, કેમકે ભાવદ્વાર વિચારતાં અહીં ભાવપુરુષ વડે જ અધિકાર છે. ૨૦૯૦. હવે દ્રવ્ય-અભિલાપ-ચિન-વેદ-ધર્મ-અર્થ-ભોગ અને ભાવપુરુષનું સ્વરૂપ કહે છે.
णागमओऽणुवउत्तो इयरो दवपुरिसो तहा तइओ । एगभवियाइतिविहा मूलुत्तरनिम्मिओ वावि ॥२०९१॥ अभिलावो पुलिंगाभिहाणमेत्तं घडो व चिंधे उ । पुरिसागिई नपुंसो वेओ वा पुरिसवेसो वा ॥२०९२॥ वेयपुरिसो तिलिंगोवि पुरिसवेयाणुभूइकालम्मि । धम्मपुरिसो तयज्जणवावारपरो जहा साहू ॥२०९३॥ अत्थपुरिसो तयज्जणपरायणो मम्मणो ब्ब निहिपालो । भोगपुरिसो समज्जियविसयसुहो चक्कवट्टि व्व ॥२०९४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org