________________
૧૫૮] દસમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ દડો બનાવ્યો; આથી રાજકન્યાને શોક થયો, રાજકુમારને હર્ષ થયો. અને સુવર્ણના માલિક રાજાને કળશ અને દડાની ઉભય અવસ્થામાં સુવર્ણ કાયમ હોવાથી હર્ષ કે શોક કંઈ જ ન થયું. ઈત્યાદિ પ્રકારનો જે લોક વ્યવહારની વસ્તુને ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વરૂપ માનવામાં ન આવે, તો સર્વથા વિચ્છેદ થાય; માટે આત્મા કથંચિત્ત અવસ્થિત હોવાથી આત્માનો પરલોક છે.
વળી જો પરલોક સર્વથા ન હોય, તો સ્વર્ગની ઈચ્છાવાળાને અગ્નિહોત્રાદિ અનુષ્ઠાન કરવાનું જે કહ્યું છે તે, અને લોકમાં દાનાદિકનું ફળ સ્વર્ગાદિ કહ્યું છે તે સર્વ સંબંધ વિનાનો કેવળ પ્રલાપમાત્ર ગણાય, આ પ્રમાણે જરા અને મરણથી મુકાયેલા શ્રી જિનેશ્વરે તેમના સંશયનો છેદ કર્યો, એટલે તેમણે પોતાના ત્રણસો શિષ્યો સહિત જગતુબંધુ મહાવીર દેવ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ૧૯૬૬ થી ૧૯૭૧.
ઈતિ દશમ ગણધરવાદઃ સમાતઃ ” ,
હવે અગીયારમા ગણધર સંબંધી વક્તવ્યતા કહે છે. (१८५) ते पब्बइए सोउं पहासो आगच्छई जिणसयासं ।
वच्चामि ण वंदामि वंदित्ता पज्जुवासामि ॥१९७२॥६३८॥ (૧૮૬) ૩ીમો 8 કિvi Sા-ન્નર-મરપવિપ્રમુvi |
नामेण य गोत्तेण य सवण्णूसव्वदरिसीणं ॥१९७३।।६३९।। (૨૮૭) હિંદ મન્ને નિવ્યા ૩ત્યિ સ્થિતિ સંસ૩ો તુટ્ટા
वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो ॥१९७४॥६४०। मन्नसि किं दीवस्स व नासो निव्वाणमस्स जीवस्स । दुक्खक्खयाइरूवा किं होज्ज व से सओऽवत्था ? ॥१९७५॥ अहिवाऽणाइत्तणओ स्वस्स व किं कम्म-जीवजोगस्स ।
अविओगाओ न भवे संसाराभाव एवत्ति ? ॥१९७६॥ તેણે દીક્ષા લીધી, એ સાંભળીને પ્રભાસ નામે તિજોપાધ્યાય જિનેશ્વર પાસે આવે છે અને વિચારે છે કે હું ભગવંત પાસે જઈને વંદન કરીશ, વંદન કરીને તેમની સેવા કરીશ, એમ વિચારીને તે ત્યાં આવ્યા એટલે જન્મ-જરા અને મરણથી મુક્ત, સર્વજ્ઞ-સર્વદર્શી જિનેશ્વરે તેમને નામ અને ગોત્રથી બોલાવ્યા, બોલાવીને કહ્યું કે પ્રભાસ ! તું એમ માને છે કે “મોક્ષ છે યા નથી ?” તને આવો સંશય વિરૂદ્ધ અર્થવાળા વેદનાં પદો સાંભળવાથી થયો છે, પણ તું તેનો ખરો અર્થ નથી જાણતો, તેથી એવો સંશય કરે છે, (એ સંશયમાં) તું એમ માને છે કે દીપકના નિર્વાણની જેમ આ જીવનો નિર્વાણ અભાવ તે મોક્ષ કે દુઃખ ક્ષયાદિથી માત્ર શુદ્ધ જીવની વિદ્યમાન અવસ્થા તે મોક્ષ? આ બેનો નિશ્ચય નહિ થાય અથવા આકાશ અને જીવની જેમ કર્મ અને જીવનો અનાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org