________________
૧૫૬] દસમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કેમ કહી શકાય ? એ તો વિનાશી છે, એમ સર્વ કોઇને પ્રતીત છે, આથી દાંતમાં ઘટનું અવિનાશીપણું સિદ્ધ નહિ થવાથી દાઝાન્તિક જે વિજ્ઞાન તેમાં પણ અવિનાશીપણું સિદ્ધ નહિ થાય. તારી આ શંકા સમજ વિનાની છે. કારણ કે ઘટ એટલે શું ? રસ-રૂપ-ગંધ-સ્પર્શ લક્ષણ ગુણનો સમુદાય. એક રૂપ સંખ્યા, પહોળા પેટાકારાદિ રૂપ સંસ્થાન, માટી રૂપ દ્રવ્ય અને પાણી ધારણ કરવા રૂપ શક્તિ; આ સર્વનો સમુદાય તે ઘટ કહેવાય છે. અને એ રૂપ-રસ-ગંધ-સ્પર્શ-સંખ્યાસંસ્થાન-દ્રવ્ય અને શક્તિ તે સર્વ ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય સ્વરૂપી છે, તેથી ઘટ ઉત્પત્તિમાન ધર્મવાળો હોવાથી અવિનાશી પણ છે, એમ સિદ્ધ થાય છે.
આ બાબતે વધારે સ્પષ્ટ કરવા કંઈક વિસ્તારથી ઉદાહરણ પૂર્વક તને કહું છું, તે તું સાંભળ.
માટીના પિંડનો પોતાનો ગોળાકાર રૂપ જે પિંડ (આકાર) અને પોતાની કોઈ શક્તિવિશેષ એ ઉભય જે પર્યાયો હતા તે પર્યાયપણે નાશ પામ્યા અને તે જ વખતે તે મૃત પિંડ ઘટાકાર અને તેની જળ ધારણરૂપ શક્તિ એવા ઉભય પર્યાયપણે ઉત્પન્ન થયા છે. રૂપ-રસ-ગંધ- અને સ્પર્શ રૂપે તથા મૃદુ દ્રવ્યપણે તો એ માટીનો પિંડ ઉત્પન્ન પણ નથી થતો, અને નાશ પણ નથી પામતો, તેવા રૂપે તો તે હંમેશા નિત્ય-અવસ્થિત છે. આ પ્રમાણે એક મૃતપિંડ જ મૃપિંડના આકાર અને શક્તિ રૂપે નાશ પામે છે, ઘટાકાર અને ઘટશક્તિ રૂપે ઉત્પન્ન થાય છે, અને રૂપાદિ ભાવે તથા મૃદુ દ્રવ્યપણે અવસ્થિત રહે છે. આ જ પ્રમાણે ઘટ પણ પૂર્વપર્યાય રૂપે નાશ પામે છે. ઘટાકારના નવા પર્યાયોપણે ઉત્પન્ન થાય છે અને રૂપાદિ તથા મૃદુ દ્રવ્યપણે અવસ્થિત રહે છે, આથી એ પણ ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વભાવવાળો છે. માત્ર ઘટ-જ આવા સ્વભાવવાળો છે એમ નહિ, પરન્તુ ત્રિભુવનમાં રહેલ સર્વ વસ્તુ આવા ત્રણ સ્વભાવવાળી છે, અને તેથી જેમ ઉત્પત્તિમાન આદિ હેતુથી ઘટમાં વિનાશીપણું સિદ્ધ થાય છે, તેવી જ રીતે અવિનાશીપણું પણ સિદ્ધ થાય છે; તેવી જ રીતે ચૈતન્યમાં અને ચૈતન્યથી કથંચિત્ અભિન્ન એવા જીવમાં પણ કથંચિત્ નિત્યપણું સમજવું. ૧૯૬૨ થી ૧૯૬૫. ઉત્પાદાદિ ધર્મથી અને વેદવાક્યથી પરલોકની સિદ્ધિ કરીને ઉપસંહાર કરે છે.
घडचेयणयानासो पडचेयणयासमुब्भवो समयं । संताणेणावत्था तहेह-परलोग-जीवाणं ॥१९६६॥ मणुएहलोगनासो सुराइपरलोगसंभवो समयं । जीवतयाऽवत्थाणं नेहभवो नेव परलोओ ॥१९६७।। असओ नत्थि पसूई, होज्ज व जइ होउ खरविसाणस्स । न य सव्वहा विणासो सब्बुच्छेयप्पसंगाओ ।।१९६८।। तोऽवत्थियरस केणइ विलओ धम्मेण भवणमन्नेणं । वत्थच्छेओ न मओ संववहारावरोहाओ ॥१९६९।। असइ व परम्मि लोए जमग्गिहोत्ताइं सग्गकामरस । तदसंबद्धं सव्वं दाणादफलं च परलोए ।।१९७०।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org