SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પર). નવમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ આ પ્રમાણે પુચ પાપ જુદા જુદા સ્વભાવવાળું છે. તેથી પુચ-પાપાત્મક એક સંકીર્ણ સ્વભાવવાળું કર્મ છે-એ કથન અયોગ્ય ઠરે છે. વળી સુખ-દુઃખના હેતુભૂત કર્મને પુન્ય-પાપાત્મક મિશ્રસ્વભાવવાળું એક જ માનવામાં આવે, તો સર્વ જીવોને સુખ-દુઃખરૂપ કાર્યનો પ્રસંગ પ્રાપ્ત થાય, પરંતુ એમ થતું નથી, દેવોને કેવળ સુખની જ અધિકતા જણાય છે, નારકી વિગેરેને કેવળ દુઃખની જ પ્રચુરતા જણાય છે, માટે સુખાતિશયનો હેતુ અન્ય છે, અને દુઃખાતિશયનો હેતુ અન્ય છે. વળી સર્વથા એકરૂપ પુન્યપાપ સંકીર્ણ છે તેથી પુન્યાંશની જે વૃદ્ધિ તે સુખાતિશયનું કારણ છે, અથવા દુઃખાતિશયના કારણભૂત પાપાંશની હાનિ વડે પણ સુખાતિશયની ઉત્પત્તિ છે - આમ માનવું એ પણ તારા મતને યોગ્ય નથી, કેમકે એથી તો પુન્ય-પાપાંશનો ભેદ પ્રાપ્ત થશે જ; કારણ કે જેની વૃદ્ધિ થએ, જેની વૃદ્ધિ ન થાય, તે તેનાથી ભિન્ન છે. જેમકે દેવદત્તની વૃદ્ધિ થયે, વૃદ્ધિ નહિ પામતો એવો યજ્ઞદર દેવદત્તથી ભિન્ન છે, તેમ પુન્યાંશની વૃદ્ધિ થયે પાપાંશની વૃદ્ધિ નથી થતી, માટે તે તેનાથી ભિન્ન છે, અને તેથી પુન્ય-પાપાંશની સર્વથા એકરૂપતા નથી ઘટતી. જો કર્મ સામાન્યરૂપે એ ઉભયની એકતા માનવામાં આવે, તો કંઈ દોષ નથી. વ્યક્તિની અપેક્ષાએ તો ઉપર કહ્યા મુજબ સુખ-દુઃખની જુદી જુદી વિચિત્રતાના કારણભૂત પુન્ય-પાપ જુદાં જુદાં છે, તેથી તે સંબંધી હે ભદ્ર ! તારે સંશય કરવો યોગ્ય નથી. વળી જો પુન્ય-પાપનો અભાવ હોય, તો શ્રુતિમાં સ્વર્ગની ઈચ્છાવાળાને જે અગ્નિહોત્રાદિ કરવાનું કહ્યું છે તે, તથા દાન અને હિંસા વિગેરેનું પુન્ય-પાપાત્મક ફળ જે લોકમાં પ્રસિદ્ધ છે, તે સર્વ કથન સંબંધ વિનાનું થાય, માટે વેદોક્ત કથનથી પણ પુન્ય-પાપ છે, એમ અંગીકાર કરીને સંશયને તજી દે. આ પ્રમાણે જરા અને મરણથી મુક્ત થયેલા પરમકૃપાળુ શ્રી જિનેશ્વરે તેના સંશયનો છેદ કર્યો, એટલે તેણે પોતાના ત્રણસો શિષ્યો સહિત ભગવંત સમીપે ચારિત્ર અંગીકાર કર્યું. ૧૯૪૬-૧૯૪૭-૧૯૪૮. ઈતિ નવમ ગણધરવાદઃ સમાપ્ત હવે દસમા ગણધર સંબંધી વક્તવ્યતા કહે છે. (१८१) ते पब्बइए सोउं मेअज्जो आगच्छई जिणसगासे । વશ્વમ જ વંમિ વંદિત્તા ઝુવીસમ જણll૬૩૪ો (૨૮૨) ૩મો જ નિપોળ ના-નર-મરVવિપ્રમુi | ___नामेण य गोत्तेण य सव्वणूसव्वदरिसीणं ॥१९५०॥६३५।। (૩૮૩) વિંડ મત્તે પરત્નો ત્યિ નત્યત્તિ સંસ૩ો તુ . वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो ॥१९५१॥६३६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy