________________
૧૫૦] નવમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પુદ્ગલો ગ્રહણ કરે છે, એમ કહી શકાય કારણ કે એવા પુલો સિવાય અન્ય સ્વભાવવાળા પુદ્ગલો જીવ ગ્રહણ કરતો નથી, પરંતુ જે શુભાશુભનું વિવેચન તમે કરો છો, તે શુભ કે અશુભપણું એક સમય માત્ર ગ્રહણ કાળમાં કર્મપુદ્ગલોને ગ્રહણ કરતા જીવને કેવી રીતે ઘટી શકે ?
ભગવંત - એ કર્મ વર્ગણાઓ શુભાશુભાદિ વિશેષણ રહિત છે, તો પણ તેને ગ્રહણ કરતી વખતે જીવપરિણામ અને આશ્રયના સ્વભાવથી શુભાશુભ રૂપે કરી નાંખે છે.
મતલબ કે જીવનો શુભ અથવા અશુભ જે પરિણામ છે, તે પરિણામ જ ગ્રહણ સમયે કર્મને શુભ અથવા અશુભ રૂપે કરે છે, વળી કર્માશ્રયભૂત જીવનો પણ કોઈ એવો સ્વભાવ છે, કે જેથી શુભાશુભપણે પરિણામ પામતા એવા કર્મને ગ્રહણ કરે છે, તેમ જ શુભાશુભભાવાદિ આશ્રિત કર્મનો પણ એવો સ્વભાવ-યોગ્યતા વિશેષ છે, કે જેથી શુભ અથવા અશુભ પરિણામ યુક્ત જીવ વડે ગ્રહણ કરાતાં એ કર્મ જ એ પ્રમાણે શુભાશુભરૂપે પરિણામ પામે છે. તથા કર્મની પ્રકૃતિસ્થિતિ-અને અનુભાગની વિચિત્રતા તેમ જ પ્રદેશના અલ્પબદુત્વ ભાગની વિચિત્રતા, એ સઘળું આહારની જેમ ગ્રહણ કરતી વખતે જ કર્મ પુદ્ગલોમાં કરે છે. આ સંબંધમાં અન્યત્ર કહ્યું છે કે - “સર્વ કર્મ પ્રદેશોમાં સર્વ જીવથી અનંતગુણા રસવિભાગને જીવ કર્મ ગ્રહણ કરતી વખતે જ ઉત્પન્ન કરે છે. તથા તે જ વખતે જો આયુ બંધાતું હોય તો સર્વથી થોડા પ્રદેશો આયુકર્મને ભાગે આવે છે, તેથી નામ-ગોત્રને અધિક મળે છે, પણ એ બેને પરસ્પર તુલ્ય મળે છે, તેથી જ્ઞાનાવરણ-દર્શનાવરણ-ને અંતરાયના ભાગે અધિક પ્રદેશો આવે છે, પણ ત્રણેને પરસ્પર તુલ્ય મળે છે, તેથી મોહનીયને અધિક ભાગ મળે છે, અને સર્વથી વેદનીય કર્મને પ્રદેશનો ભાગ અધિક મળે છે, કેમકે તે સુખ-દુઃખનું કારણ છે કે ઘણા પ્રદેશો સિવાય સુખ-દુઃખની વ્યક્તતા ન થાય. એના પેટા ભેદો જે મતિજ્ઞાનાવરણીયાદિ છે તેને તો સ્થિતિની વિશેષતાએ કર્મ દળની વિશેષતા પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે કર્મ ગ્રહણ કરતી વખતે જ સર્વ વિભાગની વ્યવસ્થા થઈ જાય છે. ૧૯૪૨-૧૯૪૩. ઉપરોક્ત વિભાગ આહારના દેણંતે સમજાવે છે.
परिणामा-ऽऽसयवसओ धेणूए जहा पओ विसमहिस्स । - तुल्लोऽवि तदाहारो तह पुण्णा-5 पुण्णपरिणामो ।।१९४४॥
जह वेगसरीरम्मिवि सारा-ऽसारपरिणामयामेइ।
अविसिट्ठो वाऽऽहारो तह कम्मसुभा-ऽसुभविवागो ॥१९४५॥ તુલ્ય આહાર છતાં પણ જેમ પરિણામ અને આશ્રયના વશથી તે આહાર ગાયમાં દૂધરૂપે થાય છે, અને સર્પમાં વિષ રૂપે થાય છે, તેવી રીતે શુભાશુભ પરિણામવશાત્ પુન્ય-પાપનો પણ પરિણામ થાય છે. અથવા એક જ પ્રકારનો આહાર એક જ શરીરમાં રસ-રૂધિર-અને માંસાદિ સારરૂપે પરિણામે છે, અને લઘુનીતિ-વડીનીતિ આદિ અસારરૂપે પણ પરિણમે છે, તેવી રીતે અવિશિષ્ટપણે ગ્રહણ કરેલ કર્મ પણ પરિણામ અને આશ્રયના વશથી શુભાશુભ રૂપે પરિણમે છે. ૧૯૪૪-૧૯૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org