SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નવમા ગણધરનો વાદ. T૧૪૭ मोत्तूण आउयं खलु दंसणमोहं चरित्तमोहं च । सेसाणं पयडीणं उत्तरविहिसंकमो भज्जो ॥१९३९।। મન-વચન-કાયાનો શુભાશુભરૂપ મિશ્રયોગ એક સમયમાં જણાય છે. (એમ કહેવામાં આવે, તો તે) મિશ્રભાવ દ્રવ્યયોગમાં છે, પણ ભાવયોગમાં નથી, વળી ધ્યાન પણ એક વખતમાં શુભ અથવા અશુભ હોય છે, પરંતુ મિશ્ર નથી હોતું; તથા ધ્યાન વિરમ્યા પછી લેશ્યા પણ શુભ અથવા અશુભ હોય છે, માટે કર્મ પણ શુભ અથવા અશુભ જ હોય છે, જો કે પૂર્વગૃહીત કર્મને પરિણામવશાત્ મિશ્રભાવે કરે, અથવા ઈતરેતરભાવે સમ્યમિથ્યાત્વરૂપે કરે, પરંતુ ગ્રહણકાળે તેમ ન કરે. આયુષ્ય, દર્શન-મોહનીય અને ચારિત્રમોહનીય કર્મ મૂકીને શેષ કર્મની ઉત્તરપ્રકૃતિના સંક્રમની ભજના જાણવી. ૧૯૩૬ થી ૧૯૩૯. અચલભાતા - કંઈક અવિધિથી દાનાદિ આપવાનો વિચાર કરતાં શુભાશુભ મનોયોગ થાય છે, કંઈક અવિધિથી દાનાદિ ધર્મનો ઉપદેશ આપતાં શુભાશુભ વચનયોગ થાય છે, અને કંઈ અવિધિથી જિનપૂજનવંદનાદિ કાયચેષ્ટા કરતાં શુભાશુભ કાયયોગ થાય છે, આ પ્રમાણે એકસમયમાં મન-વચન-કાયાના યોગ શુભાશુભરૂપે મિશ્ર જણાય છે, અને તમે તો એક સમયમાં શુભ અથવા અશુભ યોગ જ હોય, પણ મિશ્રયોગ ન હોય એમ કહો તો તેનું શું કારણ ? ભગવંત :- તારી એવી માન્યતામાં ભૂલ છે, કારણ કે દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે યોગ છે; તેમાં મન-વચન-કાયાના યોગરૂપે પ્રવર્તનારાં દ્રવ્ય અને મન-વચન-કાયાનો પરિસ્પંદાત્મક વ્યાપાર તે દ્રવ્યયોગ છે; અને એ ઉભયરૂપ એવો યોગહેતુક જે અધ્યવસાય તે ભાવયોગ છે. ઉપરોક્ત શુભાશુભ ચિંતવન-ઉપદેશ અને કાયચેષ્ટાના પ્રવર્તનરૂપ યોગમાં વ્યવહારનયની અપેક્ષાએ શુભાશુભ-મિશ્રભાવ હોઈ શકે, પણ યોગહેતુક અધ્યવસાયરૂપ ભાવયોગમાં તો તે મિશ્રભાવ હોઈ શકે જ નહિ. તાત્પર્ય એ છે કે વ્યવહારનયની અપેક્ષાએ દ્રવ્યયોગને શુભાશુભરૂપે માની શકાય છે, પણ નિશ્ચયનયની અપેક્ષાએ તો તે કેવળ શુભ અથવા અશુભ જ છે, કેમકે તેના મતે તો યથોક્તદ્રવ્યયોગના પણ શુભાશુભ રૂપ મિશ્રભાવનો અભાવ છે, ભાવયોગમાં તો એ મિશ્રભાવ વ્યવહાર કે નિશ્ચય એકેયના મલે માન્ય નથી. વળી આગમમાં શુભ અને અશુભ અધ્યવસાય સ્થાનો સિવાય શુભાશુભ અધ્યવસાય રૂપ ત્રીજો ભેદ કયાંય પણ કહ્યો નથી, કે જેથી ભાવયોગમાં શુભાશુભપણું હોઈ શકે, માટે એક સમયે શુભ અથવા અશુભ એવા ભાવયોગ હોઈ શકે. પણ મિશ્રયોગ ન હોઈ શકે, અને એ જ કારણથી કર્મ પણ શુભ કે અશુભ એટલે પુન્ય કે પાપ રૂ૫ જુદું જુદું બંધાય, પરંતુ મિશ્રરૂપ ન બંધાય. - વળી સિદ્ધાંતમાં ધર્મ-શુકુલ ધ્યાનાત્મક એક શુભ ધ્યાન, અથવા આર્ત-રૌદ્રધ્યાનાત્મક એક અશુભ ધ્યાન એક વખતે હોય છે - એમ કહ્યું છે, પણ શુભાશુભ રૂપ ધ્યાન નથી કહ્યું. ધ્યાન પૂર્ણ થયા પછી પણ કાંતો તૈજસાદિ શુભ લેશ્યા, અથવા કાપાત વગેરે અશુભલેશ્યા જ એક વખતે હોય છે, એમ કહ્યું છે, પણ શુભાશુભ મિશ્રપણે તો તે વેશ્યા હોય એમ નથી કહ્યું. ભાવયોગ એ ધ્યાન અને વેશ્યાત્મક છે, તેથી તે ભાવયોગ એક સમયે શુભ અથવા અશુભ જ હોય, પરંતુ મિશ્ર ન હોય, આ જ કારણથી ભાવયોગનિમિત્તક કર્મ પણ જ્યારે શુભ યોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy