SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] ચોથા ગણધરનો વાદ. [૧૦૧ પ્રશ્ન:- પૃથ્વી આદિ ભૂતોમાં સચેતનપણું સિદ્ધ કરવાનું છે, તે મૂકીને વનસ્પતિમાં તે પ્રથમ સિદ્ધ કરીને પછી પૃથ્વીમાં તે સિદ્ધ કરવાનું શું પ્રયોજન છે ? ઉત્તર :- વનસ્પતિ એ પૃથ્વીના વિકારભૂત છે, તેથી તેનો પાંચ ભૂતોમાંથી પૃથ્વીભૂતમાં જ અન્તર્ભાવ થાય છે, વળી વનસ્પતિમાં ચૈતન્ય લક્ષણ જેવું સ્પષ્ટ જણાય છે, તેવું પત્થરાદિમાં નથી જણાતું આ કારણથી પ્રથમ વનસ્પતિમાં ચૈતન્ય સિદ્ધ કર્યું અને પછી પૃથ્વીમાં ચૈતન્ય સિદ્ધ કર્યું છે. ૧૭૫૩-૧૭૫૪-૧૭૫૫-૧૭પ૬. હવે પાણી-અગ્નિ અને વાયુમાં ચૈતન્ય સિદ્ધ કરે છે : भूमिक्खयसाभावियसंभवओ दद्दुरो ब्व जलमुत्तं । अहवा मच्छो व्व सभाववोमसंभूयपायाओ ॥१७५७॥ अपरप्पेरियतिरियानियमियदिग्गमणओऽणिलो गो ब । अनलो आहाराओ विद्धि-विगारोवलम्भाओ ॥१७५८।। तणवोऽणभाइविगारमुत्तजाइत्तओऽणिलंताई। सत्यासत्थहयाओ निज्जीव-सजीवरूवाओ ॥१७५९॥ ભૂમિ ખોદવાથી સ્વાભાવિકપણે નીકળેલું પાણી દેડકાની જેમ સચેતન છે, અથવા સ્વાભાવિક આકાશમાંથી પડતું પાણી મલ્યની જેમ સચેતન છે. તેમજ બીજાએ પ્રેર્યા સિવાય આજુબાજુ અનિયમિતપણે ગમન કરતો હોવાથી વાયુ પણ ગાયની જેમ સચેતન છે. તથા (કાષ્ટરૂપ) આહારથી વૃદ્ધિ અને વિકાર જણાતા હોવાથી મનુષ્યની જેમ અગ્નિ સચેતન છે. અભ્રઆદિના વિકારથી અલગ હોવા છતાં મૂર્ત અને જાતિમાન હોવાથી પૃથ્વી આદિ ચારે ભૂતોનાં શરીર શસ્ત્રથી હણાયેલા ન હોય તો સજીવરૂપ છે, અને શસ્ત્રથી હણાયેલ હોય તો નિર્જીવ છે. ૧૭૫૭-૧૭૫૮-૧૭૫૯. પ્રકારાન્તરે પૃથ્વી આદિ એકેન્દ્રિયમાં જીવત્વ સિદ્ધ કરે છે : सिज्झंति सोम्म ! बहसो जीवा नवसत्तसंभवो नवि य । परिमियदेसो लोगो न संति चेगिंदिया जेसिं ॥१७६०॥ तेसिं भवविच्छित्ती पावइ नेट्ठा य सा जसे तेण । सिद्धमणंता जीवा भूयाहारा य तेऽवस्सं ॥१७६१॥ एवमहिंसाभावो जीवघणं ति न य तं जओऽभिहि । सत्थोवहयमजीवं न य जीवघणं ति तो हिंसा ॥१७६२॥ न य घायउ त्ति हिंसो नाघायंतो त्ति निच्छियमहिंसो। न विरलजीवमहिंसो न य जीवघणं ति तो हिंसो ॥१७६३॥ अहणंतो वि हु हिंसो दुट्ठत्तणओ मओ अहिमरो ब । बाहिंतो न वि हिंसो सुद्धत्तणओ जहा वेज्जो ॥१७६४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy