SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૦] વીર ભગવંતનાં ઉપસર્ગો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ૧ बालुयपंथे तेणा मउल, पारणग तत्थ काणच्छी। तत्तो सुभोम अंजलि, सुच्छित्ताए य विडरूवं ॥५०७॥ मलए पिसायरूवं, सिवरूवं हथिसीसए चेव । ओहसणं पडिमाए, मसाण सक्को जवणपुच्छा ॥५०८।। तोसलि कुसीसरूवं, संधिच्छेओ इमोत्ति वज्झे य । मोएइ इंदजालिउ, तत्थ महाभूइलो नाम ॥५०९॥ मोसलि संधिसु मागह, मोएई रट्टिओ पिउवयंसो । तोसलि य सत्तरज्जूऽवावत्ती तोसली मोक्खो ॥५१०॥ सिद्धत्थपुरे तेणत्ति, कोसिओ आसवाणिओ मोक्खो । वयगाम हिंडणेसण, दिवसे विइ बेइ उवसंतो ।।५११।। ત્યાં ભગવાન વાલુકા ગામ તરફ ગયા, માર્ગમાં પાંચસો ચોરો વિકુર્લા, તેઓએ મામા કહીને વજમય શરીરથી દુ:ખ ઉત્પન્ન કર્યું. ત્યાંથી ભગવાન ગામમાં ભિક્ષા માટે ગયા, ત્યાં ભગવંતનું રૂપ આવરીને કાણાક્ષીરૂપ બતાવ્યું, તેથી ત્યાંના લોકોએ પ્રહાર કરવા માંડ્યા, ત્યાંથી ભગવાન સુભોમગામે ગયા, ત્યાં અંજલી કરીને સ્ત્રીઓ પાસે યાતના કરતા રૂપને બતાવ્યું, તેથી ત્યાંના લોકોએ માર માર્યો, ત્યાંથી સુક્ષેપ નામે ગામમાં ગયા, ત્યાં ભિક્ષાચર્યામાં વિટનું રૂપ બતાવીને માર મરાવ્યો. ત્યાંથી મલય ગામે ગયા, ત્યાં પિશાચનું રૂપ બતાવ્યું, અને પિડા પમાડી, ત્યાંથી હસ્તીશીર્ષ ગામે ગયા, ત્યાં ભવ્યરૂપ બતાવી પુરૂષચિહ્ન સ્તબ્ધ કરીને અપભ્રાજના કરાવી. આથી ભગવાન ગામ બહાર સ્મશાનમાં એકાન્ત પ્રતિમા ધારીને રહ્યા, ત્યાં સંગમ કે હાંસી કરી. ઈન્દ્ર આવીને સુખશાતા પૂછી ત્યાંથી ભગવાન તોસલિગામે ગયા, ગામ બહાર પ્રતિમા ધારી રહ્યા, ત્યાં કુશિષ્યનું રૂપ ધરીને ખાતર પાડવા માંડ્યો, આથી આ મારવા યોગ્ય છે એમ લોકોને જણાવ્યું. તે વખતે ત્યાં મહાભૂતિ નામે ઈન્દ્રજાલિક હતો તેણે ભગવંતને ઓળખીને છોડાવ્યા. ત્યાંથી ભગવાન મોસલિ ગામે ગયા, ત્યાં પણ તેવું જ કર્યું, ગામના લોકોએ શીક્ષા કરવા માંડી ભગવંતના પિતાના મિત્ર સમાગધ મુકાવ્યા. તોસલિ ગામમાં ગયા. ત્યાં ચોર જાણીને દોરડે બાંધી અધર લટકાવવા માંડ્યા, સાતવાર દોરડું તૂટી ગયું, તેથી નિર્દોષ જાણી છોડી મૂક્યા. ત્યાંથી સિદ્ધાર્થપુરે ગયા, ત્યાં ચોર જાણીને પકડ્યા, કૌશિક નામના અશ્વના વેપારીએ ઓળખીને છોડાવ્યા. ત્યાંથી ભગવાન વજગામે ગયા, આહાર માટે ગામમાં જતાં પ્રભુએ વિચાર્યું કે દીર્ઘકાળ - ઉપસર્ગ કરીને દેવ ગયો હશે. માર્ગમાં તે દેવે અનેસણાકરી તેથી ભગવાન પ્રતિમા ધરીને ઉભા હતા, દેવે અવધિજ્ઞાનથી ભગવંતના પરિણામ જોયા, અને બીજે દિવસે ઉપશાન્ત થઈ બોલ્યો કે ૫૦૭ થી ૨૧૧. वच्चह हिंडह न करेमि, किंचि इच्छा न किंचि वत्तव्यो । तत्थेव वच्छवाली, थेरी परमन्न वसुहारा ॥५१२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy