SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૬ ] વીર ભગવંતનાં જન્મ આદિ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઉત્તરાફાલ્ગુનીની અંદર ક્ષત્રિયકુંડ ગામને વિષે ભગવન્ત મહાવીર જન્મ્યા. તીર્થંકર મહાવીર દેવ જન્મ્યા એટલે આભરણ-રત્ન-અને વસ્ત્રોની વૃષ્ટિ થઇ, દેવોના રાજા ઈન્દ્ર આવ્યા, અને પદ્માદિ નિધિઓ પણ આવ્યા. ત્રણ લોકને સુખકારી ભગવાન વર્ધમાન દેવનો જન્મ થવાથી દેવીઓ પ્રસન્ન થઇ અને દેવો પર્ષદાસહિત આનંદ પામ્યા.૪૮ થી ૬૩. भवणवइवाणवंतर, जोइसवासी विमाणवासी अ । सव्विड्डिए सपरिसा, चउव्विहा आगया देवा || ६४ ॥ भा० देवेहिं संपरिवुडो, देविंदो गिहिहऊण तित्थयरं । नेऊण मंदिरगिरिं, अभिसेअं तत्थ कासी अ ॥६५॥ भा० Jain Education International काऊण य अभिसेअं, देविंदो देवदाणवेहि समं । जणणीइ समप्पित्ता, जम्मणमहिम च कासी अ ॥ ६६ ॥ भा० खोमं कुंडलजुअलं, सिरिदामं चेव देइ सक्को से । मणिकणगरयणवासं, उवच्छुभे जभंगा देवा ॥६७॥ भा० वेसमणवयणसंचोइआ उ, ते तिरिअजंभगा देवा । डीग्गसो हिरण्णं, रयणाणि अ तत्थ उवणिति ॥ ६८ ॥ भा० अह बड्डड् सो भयवं, दिअलोअचुओ अणोवमसिरीओ । दासीदासपरिवुडो परिकिण्णो पीढमद्देहिं ॥ ६९ ॥ असिअसिरओ सुनयणो० ॥७०॥ जाइस्सरो अभयवं ||७१ || भा० ભવનપતિ-વ્યન્તર-જ્યોતિષિ-અને વિમાનવાસી એ ચાર પ્રકારના દેવો સર્વઋદ્ધિ યુક્ત પર્ષદા સહિત આવ્યા. દેવોથી વીંટાએલા ઇન્દ્રે તીર્થંકરને ગ્રહણ કરીને મેરૂપર્વત પર લઇ જઇને ત્યાં અભિષેક કર્યો. દેવ-દાનવો સહિત ઇન્દ્ર અભિષેક કરીને ભગવન્ત માતાને સોંપ્યા, અને જન્મ મહોત્સવ કર્યો, દેવવસ્ત્ર, કુંડળયુગલ, અને શ્રીદામ ઇન્દ્રે તેમને આપ્યા, તથા વૃંભક દેવોએ મણિ-કનક-અને રત્નની વૃષ્ટિ કરી. વૈશ્રમણ દેવથી પ્રેરાએલા તે તિર્યંગ્યુંભકદેવો કોટીગમે સુવર્ણ અને રત્નો ત્યાં લાવ્યા. દેવલોકથી ચ્યવેલા અનુપમશોભાવાળા દાસ-દાસી તથા મોટા રાજાઓથી વીંટાએલા તે ભગવાન અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. શ્યામકેશ, સુંદરનયન, બિંબફળ જેવા ઓષ્ઠ, શ્વેત દંતપંક્તિ, શ્રેષ્ઠ પદ્મના ગર્ભ સમાન ગૌર, વિકસિત કમળના જેવા ગંધવાળા, જાતિસ્મરણ જ્ઞાનવાળા, અપ્રતિપાતિ ત્રણ જ્ઞાન સહિત એવા ભગવાન તે તે મનુષ્યોથી કાન્તી અને બુદ્ધિમાં અધિક હતા. ૬૪ થી ૭૧. હવે ભેષણાદિ દ્વારો કહે છે. अह ऊणअट्ठवासस्स, भगवओ सुखराण मज्झमि । संतगुणुक्कित्तणयं, करेइ सक्को सुहम्माए ॥७२॥ भा० For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy