SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) વીર ભગવંતના ૨૭ ભવ. ૬િ૦૩ યુવરાજને વિશ્વભૂતિ અને રાજાને વિશાખનંદિ નામે પુત્રો હતા. રાજગૃહ નગરમાં વિશ્વભૂતિ રાજા થયો અને વિશાખભૂતિએ સંભૂતિમુનિ પાસે દીક્ષા લીધી, કોટી હજાર વર્ષ પર્યન્ત દીક્ષા પાળી. ૪૪૦ થી ૪૪૫. गोत्तासिउ महुराए, सनिआणो मासिएण भत्तेणं । महसुक्के उववन्नो, तओ चुओ पोअणपुरंमि ॥४४६॥ पुत्तो पयावइस्सा, मिआवईदेविकुच्छिसंभूओ। नामेण तिविठुत्ति, आई आसी दसाराणं ॥४४७॥ चलसीइमप्पइटे, सीहो नरएसु तिरियमणुएसु । पिअमित्त चक्कवट्टी, मूआइ विदेहि चुलसीई ॥४४८॥ पुत्तो धणंजयस्सा, पुट्टिल परिआऊ कोडी सबढे । णंदण छत्तग्गाए, पणवीसाऊं सयसहस्सा ॥४४९॥ पब्वज्ज पुट्टिले सयसहस्स सब्वत्थ मासभत्तेणं । पुप्फुत्तरि उववण्णो, तओ चुओ माहणकुलंमि ॥४५०॥ अरिहंत सिद्ध० ॥४५१॥ दंसण० ॥४५२।। अप्पुब्ब० ॥४५३॥ पुरिमेण ॥४५४॥ तं च कहं० ॥४५५॥ निअमा० ॥४५६॥ माहणकुंडग्गामे कोडालसगुत्त माहणो अत्थि। . तस्स घरे उववण्णो देवाणंदाइ कुच्छिसि ॥४५७॥ માંસભક્તના પારણે મથુરાનગરીમાં પેઠો, ત્યાં ગાયથી ત્રાસ પામ્યો, નિયાણું કરીને મહાશુક્ર કલ્પમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને પોતનપુર નગરમાં મૃગાવતી રાણીની કુક્ષીથી ઉત્પન્ન થએલો ત્રિપૃષ્ઠ નામે પ્રજાપતિ રાજાનો પુત્ર, અને પ્રથમ વાસુદેવ થયો. ત્યાં ચોરાશી લાખ વર્ષનું આયુષ પાળીને સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળીને સીંહ થયો, તે મરીને પુનઃનરકે ગયો,પછી તિર્યચ-મનુષ્યમાં કેટલાક ભવ ગ્રહણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં મૂકા નગરીની અંદર ચોરાશી લાખ પૂર્વના આયુષવાળો પ્રિયમિત્ર નામે ચક્રવર્તિ થયો. ધનંજયનો પુત્ર પ્રિય મિત્રો ચક્રવર્તિના ભોગો ભોગવીને પ્રોટિલાચાર્ય પાસે દીક્ષા લીધી, ક્રોડ વર્ષ પર્યન્ત દીક્ષા પાળીને મહાશુક્ર કલ્પની અંદર સર્વાર્થ વિમાનમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને છત્રાગ્રા નગરીમાં પચીસલાખ વર્ષના આયુવાળો નંદન નામે રાજકુમાર થયો. ત્યાં પ્રોફિલાચાર્ય પાસે દીક્ષા લીધી, એક લાખ વર્ષ પર્યન્ત નિરંતર માંસભક્તના તપથી ચારિત્ર પાળીને (વીસ સ્થાનકનું આરાધન કરી, તીર્થકર નામકર્મ નિકાચીને) પુષ્પોત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને બ્રાહ્મણ કુંડ ગામમાં બ્રાહ્મણ કુળની અંદર ઉત્પન્ન થયો. (અરિહંત સિદ્ધ ઇત્યાદિ છ ગાથાનો અર્થ પૂર્વે ૧૭૯ થી ૧૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy