SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬] કષાય શબ્દનો અર્થ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આ બીજા કષાયના ઉદયથી જીવ, સર્વથી કે દેશથી પ્રત્યાખ્યાન ન પામે, તેથી તે કષાયો અપ્રત્યાખ્યાની કહેવાય છે. આમાં અકાર સર્વ નિષેધાર્થક છે. ભવ્યાત્માને સમ્યગદર્શનનો લાભ થાય છે. એ વાક્ય શેષ છે, અને વિરતાવિરતિ શબ્દથી શ્રાવકપણાનો લાભ ન થાય એ વાત સંલક્ષિત છે. ૧૨૩૧-૧૨૩૩. હવે સર્વવિરતિગુણનું આવરણ કહે છે. (११०) तईयकसायाणुदए, पच्चक्खाणावरणनामधेज्जाणं । देसे-क्कदेसविरइं; चरित्तलंभं न उ लहंति ॥१२३४॥ પ્રત્યાખ્યાનાવરણ નામના ત્રીજા કષાયના ઉદયે દેશવિરતિનો લાભ થાય છે, પરંતુ સર્વવિરતિરૂપ ચારિત્રનો લાભ નથી થતો. ૧૨૩૪. ભાષ્યકાર પ્રત્યાખ્યાનાવરણ શબ્દનો અર્થ કરે છે. सव्वं पच्चखाणं वरेंति ते जं न देसमेएणं । - પન્નાવરા, સીમન્નાર-સત્યેનું રૂ:// ત્રીજા કષાયો સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આવરણ કરે, પણ દેશવિરતિનું ન કરે, માટે તેને પ્રત્યાખ્યાનાવરણ કહે છે. અહીં “3” શબ્દ મર્યાદા અથવા ઈષ અર્થમાં છે. ૧૨૩૫. આ ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી સર્વ વિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આવરણ થાય છે, પણ દેશવિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આવરણ નથી થતું, કારણ કે પ્રત્યાખ્યાનોનું આવરણ કરે, તે પ્રત્યાખ્યાનાવરણ એવી વ્યુત્પત્તિ અહીં ન કરવી, પણ આવરણ શબ્દના “મા” ઉપરથી મર્યાદાએ પ્રત્યાખ્યાનનું આવરણ કરે, અથવા સાવદ્યયોગની અનુમતિમાત્ર વિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આવરણ કરે તે પ્રત્યાખ્યાનાવરણ અનન્ત સાવઘયોગનું પ્રત્યાખ્યાન કરીને દેશવિરતિવાળો શ્રાવક અગીયારમી પ્રતિમા જયારે પામ્યો હોય, ત્યારે પણ સાવઘયોગની પરિમિત અનુમતિ માત્રનું પ્રત્યાખ્યાન નથી કરતો, તેનું કારણ આ ત્રીજા કષાયરૂપ આવરણ જ છે. આથી આ કષાયને ઈષત્ પ્રત્યાખ્યાનાવરણ પણ કહેવાય છે. ૧૨૩૫. આ આવરણ વિદ્યમાન પ્રત્યાખ્યાનનું હોય કે અવિદ્યમાન પ્રત્યાખ્યાનનું હોય? તેનો ખુલાસો કરે છે. नासंतस्सावरणं न सतोऽभवाइविरमणपसंगा। पच्चक्खाणावरणा तम्हा तस्संभवावरणा ॥१२३६॥ એકાન્ત અવિદ્યમાન પ્રત્યાખ્યાનનું આવરણ હોતું નથી, કેમ કે અવિદ્યમાનનું આવરણ માનીએ, તો અવિદ્યમાન એવા ખરવિષાણનું પણ આવરણ માનવું જોઈએ.) તેમ વિદ્યમાન પ્રત્યાખ્યાનનું આવરણ પણ નથી હોતું, કેમ કે અભવ્યોને પણ (પ્રત્યાખ્યાનાવરણ કષાયો હોવાથી) વિરતિનો પ્રસંગ થાય. તે માટે પ્રત્યાખ્યાનની પરિણતિને આવરણ કરે તે પ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે. ૧૨૩૬. એજ વાત દષ્ટાન્તપૂર્વક વધારે સ્પષ્ટ કહે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy