SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨] ચાલના અને પ્રત્યવસ્થાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ સૂત્ર સંબંધી દૂષણ જણાવવું તે ચાલના કહેવાય, અને તે દૂષણનો શબ્દયુક્તિથી તથા અર્થયુક્તિથી પરિહાર કરવો તે પ્રત્યવસ્થાન કહેવાય. સૂત્ર સંબંધમાં અથવા અર્થસંબંધમાં શિષ્ય યા કોઈ વાદી દૂષણ બતાવે તે ચાલના કહેવાય. અને તે દૂષણનો એટલે શબ્દ સંબંધી દૂષણનો શબ્દ સંભવિત યુક્તિવડે પરિહાર કરવો, તે પ્રત્યવસ્થાન કહેવાય, અથવા શબ્દાર્થગત દૂષણનો નિયમત વિશેષથી પરિહાર કરવો તે પ્રત્યવસ્થાન કહેવાય. આ બાબત ઉદાહરણથી વધુ સ્પષ્ટ કરીએ; જેમકે - રેમિ મત્ત સામયિક આ પ્રમાણે કોઈએ ગુરૂસંબોધન વાક્ય કહ્યું, તેમાં કોઈ દૂષણ બતાવે કે જ્યારે ગુરૂ ન હોય ત્યારે “પત્તિ” શબ્દ ન કહેવો જોઈએ, અને જો કહેવામાં આવે તો તે નિરર્થકપણારૂપદોષનું પાત્ર થાય. આ પ્રમાણે તેનો પરિહાર કરવા ઉત્તરમાં કહેવું કે - ગુરૂના અભાવે સ્થાપનાચાર્યની આગળ સર્વ સામાચારી કરાય છે, એમ જણાવવા માટે ગુરૂ ન હોય ત્યારે પણ મત્ત શબ્દનો પ્રયોગ ઉપયોગી છે, જેમ સાક્ષાત્ અહંન્તના અભાવે તેમની પ્રતિમાની પૂજા સેવા સાર્થક છે. તેમ અહીં પણ સમજવું. અથવા ગુરૂના અભાવે, સ્વતંત્રપણાનો નિષેધ જણાવવા માટે તથા વિનય મૂળધર્મ છે એમ બતાવવા ગુરૂના ગુણનો જ્ઞાનોપયોગ કરવો, એમ પણ એ પદથી જણાય છે. અથવા નામ-સ્થાપના દ્રવ્યઅને ભાવ એમ ચાર પ્રકારે આચાર્ય છે. તેમાં ભાવઆચાર્યરૂપ આચાર્યનો ઉપયોગ જે શિષ્યના હૃદયમાં વર્તે છે, તે સંબંધી આ “ભદન્ત” શબ્દરૂપ સંબોધન છે. આથી ગુરૂનો સર્વથા અભાવ છે એમ સિદ્ધ ન થયું, કેમકે શિષ્યના હૃદયમાં તે ગુણમય આચાર્ય વર્તે છે. આ પ્રમાણે સર્વત્ર ચાલના અને પ્રત્યવસ્થાનનું સ્વરૂપ સમજવું. આ રીતે સંહિતા-પદ-પદાર્થ-પદવિગ્રહ-ચાલના ને પ્રત્યવસ્થાન એમ છ પ્રકારે તંત્રની વ્યાખ્યા અન્ય લોકોએ કહી છે, તે પ્રમાણે અહીં પણ કહી. ૧૦૦૭. આ છ પ્રકારે વ્યાખ્યાનનું સ્વરૂપ કહ્યું “તે સર્વત્ર વ્યાપક છે, કે અમુક નિયતસૂત્ર સંબંધીજ છે.” તે જણાવીને ઉપસંહારપૂર્વક નૈગમાદિ નયોનો વિષય બતાવતાં છતાં કહે છે કે – एवमणुसुत्तमत्थं, सबनयमयावयारपरिसुद्धं । भासेज्ज निरवसेसं, पुरिसं व पड्डच्च जं जोग्गं ॥१००८।। એ પ્રમાણે છે પ્રકારના વ્યાખ્યાનથી દરેક સૂત્ર અને સર્વ નયના અભિપ્રાયથી પરિશુદ્ધ સર્વ અર્થ જણાવવો. તેમાં પ્રજ્ઞાદિ ગુણયુક્ત પુરૂષને આશ્રિને જે વ્યાખ્યા જેને યોગ્ય હોય તે તેની આગળ કહેવી (કારણ કે જિનમતમાં સૂર કે અર્થ, નયરહિત કંઈ પણ નથી, માટે નિયવિશારદ વક્તાએ યોગ્ય શ્રોતા આગળ તે નયોનું વ્યાખ્યાન કરવું.) ૧૦૦૮. ઉપર જણાવેલ સંહિતાદિની વ્યાખ્યાનો સમવતાર સૂત્રાદિ અનુગમાદિમાં જણાવે છે. होइ कयत्थो वोत्तुं, सपयच्छेयं सुयाणुगमो । सुत्तालावन्नासो, नामाइन्नासविणिओगं ॥१००९।। सुत्तप्फासियनिज्जुत्तिनिओगो सेसओ पयत्थाई । पायं सो च्चिय नेगमनयाइमयगोयरो होइ ॥१०१०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy