SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) અધ્યયન આદિશબ્દના અર્થો. [૩૮૯ દ્રવ્યઅક્ષીણ ને ભાવઅક્ષણ. આજ પ્રમાણે આય અને ક્ષપણાના પણ નિપા અનુક્રમે કહીને તે ચારેમાં • ભાવનિક્ષેપામાં એટલે ભાવઅધ્યયન-ભાવઅક્ષીણ-ભાવઆય-અને ભાવક્ષપણામાં આ સામાયિક અધ્યયની યોજના કરવી, કારણ કે સામાયિક જ અહીં ભાવઅધ્યયનાદિપણે વાચ્ય છે. ૯૫૮-૯૫૯. હવે અધ્યયનાદિ ચારેની અનુક્રમે વ્યુત્પત્તિ કહે છે. जेण सुहज्झप्पजणं, अज्झप्पाणयणमहियमयणं वा । बोहस्स संजमस्स व, मोक्खस्स व जं तयज्झयणं ॥९६०॥ જે વડે શુભ અધ્યાત્મ થાય અથવા પ્રાપ્ત કરાવે તે અધ્યયન અથવા બોધ-સંયમ અને મોક્ષ એ ત્રણને અધિકપણે પ્રાપ્ત કરાવે તે અધ્યયન. ૯૬૦. . अज्झीणं दिज्जंतं, अव्वोच्छित्तिनयओ अलोओ व्व । आओ नाणाईणं, झवणा पावाण खवणंत्ति ॥९६१॥ નિરંતર આપવા છતાં પણ ક્ષીણ ન થાય માટે અક્ષણ. અથવા અવ્યવચ્છિત્તિનયના મતે સામાયિકનો અલોકની પેઠે કદિ પણ નાશ નથી થતો માટે અફીણ, જેમાંથી જ્ઞાનાદિની પ્રાપ્તિ લાભ થાય છે માટે તે આય, જેથી પાપકર્મની નિર્જરા થાય છે માટે ક્ષપણા. ૯૬૧. . સામાયિક એવું જે વિશેષ નામ છે, તેના નિક્ષેપા જણાવવા કહે છે. सामाइयं ति नामं, विसेसविहियं चउब्विहं तं च ।। ' નામનું નિત્તy, સુત્તા તે છે દુરાઈ , આ પ્રસ્તુત અધ્યયનનું “સામાયિક એવું વિશેષ નામ છે, તે નામાદિ ચાર પ્રકારે છે. (નામ સામાયિક-સ્થાપના સામાયિક-દ્રવ્યસામાયિક-અને ભાવસામાયિક). તેનું સ્વરૂપ આગળ સૂત્રસ્પર્શકનિર્યુક્તિમાં કહેવાશે. ૯૬૨. અહીં આ સંબંધમાં શિષ્ય પ્રશ્ન કરે છે અને તેનો શ્રીગુરૂ ઉત્તર આપે છે કે – इह जइ कीस निरुत्ते, तत्थ व भणियमिह भण्णए कीस ? । निक्खेवमेत्तमिहइं, तस्स निरुत्तीए वक्खाणं ॥९६३॥ જો ચારપ્રકારનાં વિશેષનામ અહીં કહ્યાં, તો પછી નિરૂક્તિમાં શા માટે કહેવાશે ? અને જો ત્યાં કહેવાશે, તો તે અહીં શા માટે કહ્યાં? ઉત્તરમાં જણાવ્યું કે અહીં તો નામાદિ નિક્ષેપ જ કહ્યા છે, અને ત્યાં નિરૂક્તિમાં તો તેનો અર્થ કહેવાશે. ૯૬૩. પુનઃ શિષ્ય પૂછે છે કે - तो कीस पुणो सुत्ते, सुत्तालावो अतो न तन्नाम । इह उण नामं नत्थं, तं वक्खायं निरुत्तीए ॥९६४॥ (જો નિરૂક્તિમાં તે સામાયિકનો અર્થ કહેવાશે.) તો પછી “રેમિ ભંતે ! સામ” ઈત્યાદિ પાઠ પુનઃ પણ સૂત્રોનુગમમાં કેમ કહેવાશે ? ઉત્તર-ત્યાં, સામાન્ય સૂત્રની વ્યાખ્યા નહિ કરાય, પણ સૂત્રાલાપકનું વ્યાખ્યાન જ કહેવાશે, તેના નામનું વ્યાખ્યાન નહિ કરાય. અહીં નામાદિ વડે સામાયિકનો નિક્ષેપ કર્યો છે, અને ત્યાં નિરૂક્તિદ્વારમાં તેના અર્થનું વ્યાખ્યાન કર્યું છે. (એમ વિષય વિભાગથી પુનરૂક્તિ દોષ નથી આવતો.) ૯૬૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy